Ahmedabad : AMC ના બાબુઓ AC કેબિનમાં બેસશે અને નાગરિકો ગટરનાં ઢાંકણા ખોલશે ?
ગુજરાતનું સ્માર્ટ સિટી કહેવાતું એવા અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા ઊભી થતાં શહેરીજનોને ભારે હાલાકી ભોગવી પડે છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે પ્રી-માનસૂન કામગીરી કરવામાં આવે છે. પરંતુ, ચોમાસા દરમિયાન વરસાદ ખાબકતા જ એએમસીની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખૂલી જાય છે. ત્યારે હવે આ સમસ્યાને ડામવા માટે AMC નવો પ્રયોગ કર્યો છે, જેના કારણે વિવાદ સર્જાયો છે.
ગટરના ઢાંકણા ખોલવા વોલન્ટિયર્સ તૈયાર કરાશે
ચોમાસા (monsoons) દરમિયાન પાણી ના ભરાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. AMC ના નિર્ણય મુજબ હવે વિસ્તારમાં પાણી ભરાય તો ઢાકણાં જાતે ખોલવા પડશે. એટલે કે વોટર લૉગિગ સ્પોટ (water logging spot) પર હવે વોલેન્ટિયર્સ દ્વારા ઢાકણાં ખોલવામાં આવશે. આ માટે AMC દ્વારા શહેરમાં વોલન્ટિયર્સ (volunteers) પણ તૈયાર કરવા સૂચના અપાઈ છે. પાણી ભરાવવાની સ્થિતિમાં હથિયારો વડે કેચપીટ (Catchpit) ખોલી શકાય છે. ત્યારે આ વોલન્ટિયર્સને કેચપીટ ખોલવા માટે તાલિમ પણ અપાશે. આ માટે એએમસી તંત્ર દ્વારા અધિકારીઓને સૂચના અપાઈ છે.
AMC ના નિર્ણય સામે શહેરીજનો લાલઘૂમ!
AMC સ્ટેન્ડિંગ કમિટીની (Ahmedabad) બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં જો પાણી ભરાય તો AMC ની ટીમ પહોંચે તે પહેલા જ વોલન્ટિયર્સ કેચપીટ ખોલી શકે તે માટે તાલિમ અપાશે. AMC નો દાવો છે કે આ નિર્ણયથી સરવે કરાયેલાં 146 નીચાણવાળા સ્પોટમાંથી 110 સ્પોટ પર પાણી નહિ ભરાય. જ્યારે 36 સ્થળોએ વોલન્ટિયર્સ (volunteers) દ્વારા કેચપીટ ખોલવામાં આવશે. જો કે, AMC ના આ નિર્ણયથી ભારે વિવાદ સર્જાયો છે. એએમસીના એક નિર્ણયથી શહેરીજનો લાલઘૂમ થયા છે. નાગરિકો સવાલ કરી રહ્યા છે કે ચોમાસામાં હવે પાણી ભરાય તો શું જનતાએ જાતે ગટરના ઢાંકણા ખોલવા પડશે ? AC કેબિનમાં બેસતા બાબુઓએ શું લાજ શરમ જ નેવે મુકી દીધી છે ?
નાગરિકો સાથે Gujarat First ના તંત્રને સવાલ
AMC ના નિર્ણય સામે લોકો સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પણ તંત્રને સવાલ કરે છે કે સાહેબો, શું પ્રજા તમારી ગુલામ છે ? શું હવે નાગરિકો ચોમાસામાં ગટર ખોલવાની કામગીરી કરશે? શું અમદાવાદના નાગરિકો તમારી ગુલામી કરવા કરવેરા ભરે છે ? આવું કરવા જતાં કોઈ દુર્ઘટના સર્જાઈ તો આખરે જવાબદાર કોણ રહેશે ? સાહેબો, એકાદવાર તમે પણ ગટરનું ઢાંકણું ખોલવા કેબિનમાંથી બહાર નીકળશો ? વોલન્ટિયર્સની મદદ લેવાના બહાને શું AMC હવે કામ પણ નહીં કરે!
આ પણ વાંચો - RAJKOT : રાજકોટ અને ગોંડલ પંથકમાં કમોસમી માવઠાનું આગમન
આ પણ વાંચો - GUJARAT RAIN : ગુજરાતના વિવિધ જિલ્લામાં કરાં સાથે ધોધમાર વરસાદ
આ પણ વાંચો - VADODARA : 15 દિવસથી ખાડા ખોદતા તંત્રને લીકેજ મળતું નથી