Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar : ઓવરસ્પીડે વાહન ચલાવનારોની હવે ખેર નથી, નવા SP ચાર્જ સંભાળતાની સાથે જ આવ્યા એક્શનમાં

અહેવાલ  - કિશન ચૌહાણ,પોરબંદર  પોરબંદર સહિત રાજ્યમાંભરમાં આઇપીસીએ અધિકારીઓ બદલીઓના ધાણાવો તાજેતરમાં કરવામાં આવ્યો છે. તો પોરબંદર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે ભગીરથસિહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થતાં જ પોરબંદર જિલ્લામાં સઘન વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવામાં આવી...
porbandar   ઓવરસ્પીડે વાહન ચલાવનારોની હવે ખેર નથી  નવા sp ચાર્જ સંભાળતાની સાથે જ આવ્યા એક્શનમાં

અહેવાલ  - કિશન ચૌહાણ,પોરબંદર 

Advertisement

પોરબંદર સહિત રાજ્યમાંભરમાં આઇપીસીએ અધિકારીઓ બદલીઓના ધાણાવો તાજેતરમાં કરવામાં આવ્યો છે. તો પોરબંદર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે ભગીરથસિહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થતાં જ પોરબંદર જિલ્લામાં સઘન વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લાના શાળા અને કોલેજ નજીક પોલીસ વેનનું સતત પેટ્રલીંગ કરવમા આવી રહ્યું છે.

Advertisement

પોરબંદર જિલ્લા પોલીસ વડા ચાર્જ સંભળતા જ સઘન વાહન ચેકીંગ
ગુરૂવારના મોડી સાંજથી જિલ્લામાં રાત્રીના ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિહ જાડેજા જાતે દરેક વિસ્તારોની વિઝીટ કરી રહ્યાં છે.જેના લીધે ઓવરસ્પીડ ચલાવતા વાહન ચાલકોની હવે ખેર નથી ખુદ એસપી મેદાને ઉતરતા આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસહ જાડેજા,સીટી ડીવાયએસપી નિલમ ગૌસ્વામી તેમજ વિવિધ પોલીસ સ્ટેશન સહિતના અધિકારીઓ રાત્રી વિઝટમાં નીકળતા આવરાતત્વો ફફડાટ ફેલાય ગયો છે.શહેરના કમલાબાગ,કિર્તિમંદિર, ઉદ્યોનગર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશના અધિકારીઓ પણ રાત્રી વિઝટમાં અને વાહન ચેકીંગમાં દરમિયાન ઉપસ્થિતિ રહ્યાં છે.અત્રે નોધીનીય છે.

Image preview

Advertisement

આઇપીએસ ભગીરથસિહ જાડેજા મૂળ ગોંડલના વતની

અમદાવાદ શહેરના ડીસીપી તરીકે ચાર્જમુક્ત થઈને પોરબંદર આવેલા આ કાઠિયાવાડી અધિકારી ક્ષત્રિય સમાજના છે અને સૌરાષ્ટ્રમાં જ્યાં ક્ષત્રિય સમાજ પ્રભુત્વ ધરાવે છે તે ગોંડલ તેમનું મુળ વતન છે. આવા પ્રજાલક્ષી અને પ્રજાલક્ષી અધિકારી પોરબંદર માં આવવા સાથે જ ગુનેગારોની ફેં ઢીલી થઈ ગઇ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મુળ વતન ધરાવતા પોરબંદર નવા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ની બેચના આઇપીએસ અધિકારી છે.આઇપીએસ તરીકે સિલેકશન બાદ તેમણે સૌ પ્રથમ ભાવનગરના મહુવામાં ડીવાયએસપી તરીકે તથા કચ્છ ખાતે સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યૂરોમાં ડીસીપી તરીકે ઉલ્લેખનીય કામગીરી બજાવી છે. આ ઉપરાંત અમદાવાદમાં તેઓ છેલ્લા બ્ો વર્ષ ઉપરાંતના સમયથી ડીસીપી ઝોન- તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યાં છે. નોંધનીય છે કે અમદાવાદનો ઝોન- વિસ્તાર એટલે કે વેજલપુર, સરખેજ જેવા અત્યંત સંવેદનશીલ ક્ષેત્રોમાં આવે છે. જેમા તેમણે ધીમીધારે કાર્યવાહીને અંજામ આપ્યો છે. તો પોરબંદર જિલ્લામાં એસપી તરીકે ચાર્જ સંભાળતાના બેજ દિવસમાં સધન રાત્રીના ચેકીંગ હાથ ધરાતા લુખ્ખાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

Image preview

રોમીઓની શાન ઠેકાણે લાવવા શાળા - કોલેજ નજીક પોલીસનું પેટ્રોલીંગ સાથે વાહન ચેકીંગ

પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના અને શહેર ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામી તેમજ મહિલા પોલીસ સ્ટેશનના આર.એમ.રાઠોડના માર્ગદર્શન તથા પોલીસ સ્ટાફ દ્વારા લોહાણા મહાજન વાડી, રાણાવાવ તેમજ પોરબંદરની ગોઢાણિયા કોલેજ ખાતે ઉપરાંત જુદા જુદા સ્થળોએ સુરક્ષા બાબતે જાગૃતિ લાવવા સેમીનાર યોજાયા હતા. પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ. સૈયદ તથા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા લેડી હોસ્પિટલમાં મહિલાઓની મુલાકાત લીધી હતી. મહિલા સબંધી ગુન્હાઓનું પ્રમાણ ઘટાડવા ૧૮૧ હેલ્પલાઈન બાબતે જાગૃત કરવામાં આવી હતી.

Image preview

આ ઉપરાંત એસ.ટી.બસ સ્ટેન્ડ તેમજ સ્કુલ, કોલેજ વિસ્તારમા મહિલા પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરી વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ, છેડતી તથા મહિલા તેમજ યુવતીઓને અત્યાચારને લગતી તેમજ આવારા તત્વો દ્વારા થતી હેરાનગતી અંગેની તમામ સમસ્યા બાબતે કાયદાકીય માહિતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે બાબતે જાણકારી પુરી પાડવામાં આવી હતી.ઉપરાંત રોમીયાઓની શાન ઠેકાણે લાવવા પોલીસ દ્વારા સતત વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.બેફામ ઓવરસ્પિડે વાહન ચલાવનારો હવે ખેરથી પોલીસ કામગીરી જોય આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ  વાંચો-VADODARA : ગામેઠા ગામના સ્મશાનમાં દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર કરવા ન દેતા વિવાદ

Tags :
Advertisement

.