Porbandar Highway Accident: યાત્રાળુઓની બસ અને ટેન્કર વચ્ચે કમકમાટી ભર્યો અકસ્માત થયો
Porbandar Highway Accident: દ્વારકા-સોમનાથ હાઇવે પોરબંદર (Porbandar) નજીક આજે યાત્રાળુ (Devotees) ઓની બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માતની ધટના બની હતી. આ અકસ્માતની ધટના બાદ 108 એમ્બયુલન્સ સતત દોડતી નજરે પડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર (Porbandar) ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ટેન્કર અને યાત્રાળુઓની બસ વચ્ચે થયો અકસ્માત
ઈજાગ્રસ્તોને પોરબંદરની હોસ્પિટલમાં દાખલ કરાયા
50 લોકો પૈકી 33 વધુ લોકોને નાની મોટી ઇજા થઇ
દ્વારકા-સોમનાથ રોડ પર Porbandar થી 7 કિમી દુર ત્રણ માઇલ નજીક યાત્રાળુઓની બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. જેમા 33 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે Porbandar ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે. ઇજાગ્રસ્ત પરિવાર Ahmedabad જિલ્લાના ધોલરા તાલુકા સોઢી ગામના ડાભી પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે .
Porbandar Highway Accident
આ પણ વાંચો: Gujarat ના CGST કમિશનર Chandrakant Valvi પર જમીન હડપવાનો આક્ષેપ
50 લોકો પૈકી 33 વધુ લોકોને નાની મોટી ઇજા થઇ
આ Accident ની ધટનાની લઇને હોસ્પિટલ ખાતે સારવાર લેતા રાજેશભાઇ ડાભી જણાવ્યું હતું કે હાઇવે પર વૃક્ષને પાણીનું ટેન્કર પાણી આપી રહ્યું હતું. આ દરમિયાન અમારી Devotees ઓની બસ ટકરાઇ હતી. બસ સવાર ડાભી પરિવાર Ahmedabad ના ધોલેરા તાલુકાના સોઢી ગામના વતની છે. ડાભી પરિવારના સભ્ય લકઝરી બસ લઇ દ્રારકાથી સોમનાથ જઇ રહ્યા હતા. બસમા સવાર 50 લોકો પૈકી 33 વધુ લોકોને નાની મોટી ઇજા થઇ હતી. બસ ડ્રાઇવરને આ ઘટનામા ગંભરી રીતે ઇજાગ્રસત બન્યા છે. આ ધટના બાદ એએસપી સાહિત્યા વી.એ અકસ્માત સ્થળ વિઝીટ કરી હતી.સમગ્ર ધટનાની માહિતી મેળવી હતી.
અહેવાલ કિશન ચૌહાણ
આ પણ વાંચો: VADODARA : મોડે મોડે પાલિકાને કેરીની વખારો યાદ આવી