Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar : ખાડીનું પાણી અચાનક ગુલાબી થયું, લોકોમાં કુતુહૂલ,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Porbandar: પોરબંદર(Porbandar)માં હાલ ઉનાળાના આકાર તાપનો અનુભવ લોકો કરી રહ્યાં છે. તો બીજી તરફ પોરબંદરની ખાડી (Karli bridge)કલર ગુલાબી બનતા લોકોમાં કુતુહલ જોવા મળી છે.પોરબંદર શહેરની ઝુબેલી થી સુભાષનગર જતા રસ્તા પસાર થતા ખાડીનો કલર ગુલાબી દેખાઇ છે. કેટલાક એવુ...
05:10 PM May 24, 2024 IST | Hiren Dave

Porbandar: પોરબંદર(Porbandar)માં હાલ ઉનાળાના આકાર તાપનો અનુભવ લોકો કરી રહ્યાં છે. તો બીજી તરફ પોરબંદરની ખાડી (Karli bridge)કલર ગુલાબી બનતા લોકોમાં કુતુહલ જોવા મળી છે.પોરબંદર શહેરની ઝુબેલી થી સુભાષનગર જતા રસ્તા પસાર થતા ખાડીનો કલર ગુલાબી દેખાઇ છે. કેટલાક એવુ સમજી રહ્યા છે. ખાડીમા કેમિકલ ઠાલવામાં આવી રહ્યુ છે. ત્યારે આ મુદે ગુજરાત ફર્સ્ટ (Gujarat First)પ્રદુષણ વિભાગ કચેરી અને નિષ્ણાંતો સંપર્ક સાંધ્યો હતો.

 

લાલ રંગની ફુગને લીધે પાણી રંગ ગુલાબી થયો હોય શકે : ડો ધવલ વરગીયા

પોરબંદર (Porbandar) ની ખાડી કલર (Karli) બદલાવા અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First)પ્રદુષણ પોરબંદરના વેટલેન્ડ પર સંશોધન કરનાર ડો.ધવલ વારગીયા જણાવ્યુ હતુ કે,પાણીના રંગ બદલવાના મુખ્ય બે કારણ છે. એક તો કોઇએ પાણી રસાયણ છોડવવામાં આવ્યુ હોય તો રંગ બદલી શકે અને બીજું મુખ્ય કારણ એ હોય શકે વેટલેન્ડના અંગેના સંશોધનમાં સામે આવ્યુ છેકે ઉષ્ણ હવામાનમાં ખારા પાણીમાં વધતી રેડ અલ્ગીન એટલે કે લાલ રંગની ફુગને લીધે આ પાણીનો રંગ ગુલાબી (Pink colored water)થયો હોય શકે છે.ખારા પાણીમાં લાલ રંગની ફુગનુ પ્રમાણ વધવાથી આ પાણીનો રંગ ગુલાબી થઇ શકે છે. વેટલેન્ડમાં દર વર્ષે આવતા હજારો ફલેમીગો પક્ષી ઝોપલેનકેટોન ખાય છે. તે ઝોપલેનકેટોન આ રંગની ફુગ પર નભે છે. તેથી ફલેમિંગોને પણ લાલ અને ગુલાબી રંગ મળે છે.

ખાડીનુ પાણી પ્રદુષિત નથી નોર્મલ છે : પોરબંદર પ્રદુષણ વિભાગ અધિકારી

પોરબંદરના ખાડીના પાણી ગુલાબી થવા અંગે પોરબંદર ખબરે પોલ્યુશ કંટ્રોલ બોર્ડના અધિકારી રાજેભાઇ ચૌહાણ સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે ગ્લોબલ તાપમાનના વધ-ધટ અને રેડ આલ્ગીનની ઘટનાને લઇ પાણી ગુલાબી થયુ છે. એટલે આ કુદરતી રીતે થયુ છે. પોરબંદર પ્રદુષ્ણ વિભાગ દ્વારા ગત વર્ષે અલગ-અલગ વિસ્તાર બે થી ત્રણ સેમ્પલ પણ લીધા હતા જે નોર્મલ આવ્યા છે. હાલ જે પાણી ગુલાબી દેખાઇ રહ્યુ છે. તેમા કોઇ પ્રદુષણ બાબત નથી દર વર્ષે આવી ઘટના બને છે. પાણી ગુલાબી થાય છે.

અહેવાલ -કિશન ચૌહાણ -પોરબંદર 

આ  પણ  વાંચો - VADODARA : જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરવાનો સમય વહેલો કરાયો

આ  પણ  વાંચો - Ahmedabad : વાહનચાલકો માટે કામચલાઉ છાંયડો, પોલીસકર્મીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

આ  પણ  વાંચો - VADODARA : બંધ કંપનીના સંચાલક જોડે રૂ. 2 કરોડની ઠગાઇ

Tags :
Gujarat FirstKarli bridgePink colored waterPink water in the bayPorbandarPorbandar NewsPorbandar Pink colored water
Next Article