ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : PM મોદીની ગેરન્ટી એટલે ખાલી વાયદા નહીં, પરંતુ પૂર્ણ થાય એવી ગેરન્ટી છે : CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં (Ahmedabad) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે શહેરીજનોને રૂ. 641 કરોડના વિકાસકામોની મોટી ભેટ આપી છે. સાથે જ આજે શહેરના વિવિધ માર્ગોનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિશ્વનેતા નરેન્દ્ર મોદીજીએ...
12:27 PM Mar 04, 2024 IST | Vipul Sen

અમદાવાદમાં (Ahmedabad) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે શહેરીજનોને રૂ. 641 કરોડના વિકાસકામોની મોટી ભેટ આપી છે. સાથે જ આજે શહેરના વિવિધ માર્ગોનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિશ્વનેતા નરેન્દ્ર મોદીજીએ (PM Narendra Modi) જનકલ્યાણની નવી નીતિ અપનાવી છે. તેમણે કહ્યું કે, મોદીની ગેરન્ટી એટલે ખાલી વાયદા નહીં પરંતુ, પૂર્ણ થાય એવી ગેરન્ટી છે.

આજે અદાવાદના (Ahmedabad) બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઑડિટોરિયમ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સીએમએ અમદાવાદીઓને રૂ. 641 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તાર અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજીત રૂ. 641 કરોડના ખર્ચે કુલ 26 પ્રજાલક્ષી કાર્યોનું સીએમ લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિશ્વનેતા PM નરેન્દ્ર મોદીએ જનકલ્યાણની નવી નીતિ અપનાવી છે. એક તરફ વિરાસતોને સાચવવાનું તો બીજી તરફ આધુનિક વિકાસ પણ થઇ રહ્યો છે.

સીએમએ શહેરીજનોને કરોડો રૂપિયાનાં વિકાસકામોની ભેટ આપી.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરન્ટી છે કે દેશમાં તમામ લોકો છત મળે. આજે વધુ 1724 આવાસો અને 20 દુકાનોનું લોકાર્પણ થયું છે. પીએમ મોદીની (PM Modi) ગેરન્ટી એટલે ખાલી વાયદા નહીં પરંતુ, પૂર્ણ થાય એવી ગેરન્ટી છે. સીએમએ આગળ કહ્યું કે, વિકસિત ભારત સંકલ્પયાત્રા (Bharat Sankalpa Yatra) નિકાળવામાં આવી ત્યાર બાદ લોકોને યોજનનો લાભ ઘર બેઠા મળી રહ્યો છે. કોર્પોરેશનમાં (AMC) એક જ દિવસે 962 લોકોને પ્રથમવાર નોકરી મળી છે. કોઈની ભલામણ વગર જ નોકરી જેને મળવાની હતી એને જ મળી છે. સીએમ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીજીના (PM Narendra Modi) નેતૃત્વમાં ભારત ઝડપી ગતિએ વિકસી રહ્યું છે. શહેરમાં મેટ્રો ફેજ 2 નું (Metro Phase 2) કામ પણ ઝડપભેર ચાલી રહ્યું છે. આપણે સેમિકન્ડકટર મોબાઈલ ચિપ (semiconductor mobile chips) બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે. ગત અઠવાડિયે રૂ. 1.10 લાખ હજાર કરોડનાં ખાતમુહર્ત અને લોકાર્પણ થયા હતા. મોદી ગેંરટી કોઈ રોકી શકે તેમ નથી.

 

આ પણ વાંચો - Surat : B.Tech ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને આપઘાત

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAMCBharat Sankalpa YatraBodakdevChief Minister Bhupendra PatelCM Bhupendra PatelGujarat FirstGujarati NewsJanakalyanMetro Phase 2Modi Guaranteepm narendra modi
Next Article