PM Modi Gujarat Visit : ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર કાઢી: PM મોદી
PM Modi Gujarat Visit : PM મોદી આજે ગુજરાત અને રાજસ્થાનની મુલાકાતે છે. અમદાવાદમાં PMએ રૂ. 85 હજાર કરોડના પ્રોજેક્ટના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું .લોકોને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે વિકાસની ગતિને હું ધીમી પડવા દઇશ નહીં. રેલવેના ઇતિહાસમાં આવો મોટો કાર્યક્રમ ક્યારેય નહીં થયો હોય. આ ભવ્ય આયોજન માટે રેલવેને ધન્યવાદ. વિકસિત ભારત માટે થઇ રહેલા નવનિર્માણનો સતત વિસ્તાર થયો છે. દેશના ખૂણેખૂણે પરિયોજનાઓનું લોકાર્પણ થઇ રહ્યું છે..વડાપ્રધાન પોખરણમાં ત્રણેય સેવાઓની 'ભારત શક્તિ' કવાયતનું પણ અવલોકન કરશે.
મેં રેલવેના અલગ બજેટને કાઢી દેશના બજેટમાં જોડ્યુ છે :PM Modi
PM મોદીએ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું આ કાર્યક્રમમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર છે.
વડાપ્રધાને કહ્યુ- વિકાસની ગતિને ધીમી નથી થવા દેવા માગતો આ કાર્યક્રમમાં પેટ્રોલિયમનો કાર્યક્રમ પણ છે.દહેજમાં પેટ્રો કેમિકલ્સના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ થયો છે. આજે જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકતા મોર્સનો પણ શિલાન્યાસ થયો છે. જે હસ્ત કળા,લોકલ ફોર વોકલના મિશન અંતર્ગત છે. તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો મજબૂત થતો જોવા મળશે.
100 વર્ષમાં થયેલો આ મોટો કાર્યક્રમ-PM મોદી
લોકાર્પણ અને રેલવે સેવાને લીલી ઝંડી આપ્યા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ, તેમણે કહ્યુ કે-રેલવેના ઇતિહાસમાં એક સાથે આટલો મોટો કાર્યક્રમ ક્યારેય નહીં થયો હોય, 100 વર્ષમાં થયેલો આ મોટો કાર્યક્રમ છે. રેલવે વિભાગને આ કાર્યક્રમ માટે અભિનંદન આપુ છું.
PMના હસ્તે દેશને 85000 કરોડના વિકાસકાર્યોની ભેટ
PMના હસ્તે દેશને 85000 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. તેમજ 6 હજારથી વધુ રેલવે પ્રોજેક્ટનું શિલાન્યાસ - લોકાર્પણ કર્યુ છે. PMના હસ્તે 10 નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન. જેમાં અમદાવાદ - મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવ્યુ છે. સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. જેને લઈ PM મોદી ગાંધી આશ્રમનો માસ્ટર પ્લાન તેનું લોન્ચિંગ કરશે.
ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર લવાયુ-PM મોદી
10 વર્ષ પહેલા નોર્થ ઇસ્ટના એક રાજ્યની રાજધાની પણ રેલવેથી જોડાયેલી નહોતી, રેલવે અકસ્માત પણ ઘણા થતા હતા, 2014માં માત્ર 35 ટકા રેલવેનું ઇલેક્ટ્રીફીકેશન હતુ, જેના કારણે સામાન્ય પ્રજા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રેલવે રિઝર્વેશન માટે લાંબી લાઇન લાગતી, દલાલી અને કલાલોનું વેઇટિંગ રહેતુ હતુ. રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો. હવે ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર લવાયુ છે.
સૌર ઉર્જાથી ચાલનારા રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યા છે :PM Modi
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધીના થયેલા કામ ટ્રેલર માત્ર છે, હજુ ઘણું કરવું છે. દેશના 250 જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું નેટવર્ક છે. અમદાવાદ-જામનગર વંદે ભારત હવે દ્વારકા સુધી પહોંચશે. કુંભના મેળાના યાત્રીઓને પણ વંદે ભારત ટ્રેનનો લાભ મળશે. રેલવેમાં ગતિ સાથે વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આધુનિક એન્જિન અને આધુનિક ડબ્બા રેલવેની તસવીર બદલશે. ભારતીય રેલવેને આધુનિક બનાવવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. માનવ રહિત ફાટક સમાપ્ત કરવાનો સંકલ્પ છે. સૌર ઉર્જાથી ચાલનારા રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યા છે. રેલવેનું આધુનિકરણ મેડ ઈન ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરે છે.
PM મોદીએ DFC સેન્ટરનું નિરીક્ષણ કર્યું
PM મોદીએ DFC સેન્ટરનું નિરીક્ષણ કર્યું છે. તેમજ PM મોદી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપશે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. તેમજ ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે.
આ પણ વાંચો - આજે રાત્રે ગમે ત્યારે જાહેર થઇ શકે BJP-Congress ની યાદી
આ પણ વાંચો - PM Modi in Gujarat : સાબરમતી આશ્રમનાં નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન, જાણો મિનિટ્સ ટુ મિનિસ્ટ પ્રોગ્રામ
આ પણ વાંચો - PM Narendra Modi Gujarat Visit LIVE :PM મોદીએ 85 હજાર કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ