Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Patan : HNGU કેમ્પસમાં મોટી ઘટના! અડધા કલાક સુધી 7 થી વધુ વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયા

પાટણની (Patan) HNGU યુનિ. કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ તેમ જ કર્મચારીઓ લિફ્ટમાં ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લિફ્ટ ટેકનિશિયનને (lift technician) તાત્કાલિક બોલાવી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મુજબ, 30 મિનિટથી વધુ સમય સુધી તમામ લોકો લિફ્ટમાં...
patan   hngu કેમ્પસમાં મોટી ઘટના  અડધા કલાક સુધી 7 થી વધુ વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયા

પાટણની (Patan) HNGU યુનિ. કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ તેમ જ કર્મચારીઓ લિફ્ટમાં ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લિફ્ટ ટેકનિશિયનને (lift technician) તાત્કાલિક બોલાવી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મુજબ, 30 મિનિટથી વધુ સમય સુધી તમામ લોકો લિફ્ટમાં ફસાયા હતા.

Advertisement

પાટણની (Patan) HNGU યુનિ. કેમ્પસમાં લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટના (library department) વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના બની હતી. લિફ્ટમાંથી અવાજ આવતા અન્ય વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. ત્યારે જાણ થઈ કે લિફ્ટમાં 7 થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ફસાયા છે. આથી અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ત્વરિત લિફ્ટ ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અન્ય વિદ્યાર્થીઓ તેમ જ કર્મચારીઓ સાથે મળી લિફ્ટમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.

Advertisement

30 મિનિટની ભારે જહેમત બાદ તમામને બહાર કઢાયા

માહિતી મુજબ, અંદાજે 30 મિનિટની ભારે જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલ તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સુરક્ષિત અને હેમખેમ રીતે બહાર આવી જતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, લિફ્ટમાં ફસાઈ જવાની ઘટના બનતા યુનિવર્સિટીના કેમ્પસમાં (HNGU campus) થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

આ પણ વાંચો - Rajkot : 65 હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગનું સર્ચ ઓપરેશન, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો - GUJARAT ATS : શ્રીલંકામાં એક શખ્સની અટકાયત, આંતકી નફરાનનો પિતા હતો જજનો હત્યારો

આ પણ વાંચો - શું તમે પણ ‘Vipul Dudhiya’ માંથી ફરસાણની ખરીદી કરો છો ? તો ચેતજો…વાંચી લો આ અહેવાલ

Tags :
Advertisement

.