Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala Vivad : રાજકોટમાં PAAS સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં! પ્રચાર પણ યથાવત્

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ (Parshottam Rupala Vivad) હાલ પણ યથાવત છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ (Kshatriya community) દ્વારા પરશોત્તમ રૂપાલાનો અલગ અલગ રીતે વિરોધ દાખવવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી...
parshottam rupala vivad   રાજકોટમાં paas સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં  પ્રચાર પણ યથાવત્

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ (Parshottam Rupala Vivad) હાલ પણ યથાવત છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ (Kshatriya community) દ્વારા પરશોત્તમ રૂપાલાનો અલગ અલગ રીતે વિરોધ દાખવવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. ત્યારે આ વચ્ચે રાજકોટમાં (Rajkot) પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં બેનરો લાગ્યા હતા. અહેવાલ અનુસાર, પાટીદાર સમાજનું PAAS સંગઠન પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. દરમિયાન, રાજકોટમાં વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાનો પ્રચાર પણ યથાવત્ રહેશે એવી માહિતી છે.

Advertisement

રૂપાલાનાં સમર્થનમાં PAAS સંગઠન

ક્ષત્રિય સમાજ (Kshatriya community) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ જ્યાં એક તરફ સમગ્ર ગુજરાતમાં કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) નો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી તરફ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું PAAS સંગઠન આગળ આવ્યું હોવાના અહેવાલ છે. માહિતી મુજબ, અનામત આંદોલન બાદ ઘણા સમય પછી રૂપાલાના સમર્થન માટે PAAS કમિટી સક્રિય થઈ છે. રાજકોટમાં (Rajkot) વિવિધ સ્થળે 'હું સનાતની છું. હું મોદીની સાથે છું. હું રૂપાલાની સાથે છું.' ના બેનરો લાગ્યા હતા. જો કે, થોડા જ સમય પછી PAAS દ્વારા લગાવવામાં આવેલા આ બેનરોને ચૂંટણી પંચે દૂર કર્યા હતા. આચાર સંહિતા ભંગ થતી હોવાથી આ બેનરો દૂર કરવામાં આવ્યા હતા.

Advertisement

પરશોત્તમ રૂપાલા પોતાનો પ્રચાર ચાલુ રાખશે

આ સાથે PAAS કન્વીનર મીત બાવરિયાએ જણાવ્યું કે, PAAS કમિટી સમગ્ર રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં બેનરો લગાવશે. આગામી સમયમાં પાટીદાર એકતા મહાસંમેલનનું આયોજન કરવા સમાજનાં આગેવાનો સાથે ચર્ચાઓ ચાલી રહી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ઉપરાંત, ભારે વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala Vivad) પોતાનો પ્રચાર પણ ચાલુ રાખશે. શહેરના વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રીયમંત્રી હાજરી આપશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આજે સાંજે રાજકોટ ખાતે મવડી ટીલાળા ચોક પાસે કૃષ્ણા ગૌશાળા ખાતે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરશોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે.

Advertisement

આ પણ વાંચો - Lalit Vasoya : પરશોત્તમ રુપાલા વિવાદમાં લલિત વસોયાની પ્રતિક્રિયા, Video પોસ્ટ કરી કહી આ વાત!

આ પણ વાંચો - Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો - Rupala Controversy : રાજકોટમાં નહીં યોજાય ક્ષત્રિય સમાજની જાહેર સભા, જાણો શું છે કારણ

Tags :
Advertisement

.