Parshottam Rupala Vivad : આવતીકાલે ક્ષત્રિય સમાજ કોર કમિટીની બેઠક, PT જાડેજાએ કરી આ અપીલ
કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala Vivad) ના વિરોધ અંગે આવતીકાલે રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજની કોર કમિટીની (core committee) મહત્ત્વની બેઠક યોજાશે. જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ આગેવાન પી.ટી.જાડેજાનો (PT Jadeja) એક ઓડિયો મેસેજ પણ વાઇરલ થયો છે, જેમાં તેઓ પાટીદાર સમાજ (Patidar Samaj) અને ક્ષત્રિય સમાજને ખાસ અપીલ કરતા સંભળાઈ રહ્યા છે.
6 એપ્રિલે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક
રાજકોટમાં (Rajkot) આવતીકાલે એટલે કે 6 એપ્રિલના રોજ 11 વાગ્યે ક્ષત્રિય સમાજની કોર કમિટીની (core committee) મહત્ત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાના વિવાદને (Parshottam Rupala Vivad) લઈ ચર્ચા કરવામાં આવશે. માહિતી મુજબ, આ બેઠકમાં મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા, સંકલનકર્તા સુખદેવસિંહ વાઘેલા (Sukhdevsinh Vaghela), કન્વીનર વાસુદેવસિંહ ગોહિલ, કોર કમિટીના સભ્ય કરણસિંહ ચાવડા અને મહિલા પ્રતિનિધિ તરીકે તૃપ્તિબા રાઓલ (Truptiba Raol) સહિતના કેટલાક આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં રૂપાલાના વિરોધ અંગે યોગ્ય રણનીતિ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવશે.
પી.ટી.જાડેજાનો ઓડિયો મેસેજ વાઇરલ
બીજી તરફ રૂપાલાના વિવાદને લઈ હવે ક્ષત્રિય સમાજ આગેવાન પી.ટી.જાડેજાનો ( PT Jadeja) એક ઓડિયો મેસેજ પણ વાઇરલ થયો છે. આ ઓડિયો મેસેજમાં તેમણે બંને સમાજ પાટીદાર (Patidar Samaj) અને ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો બે સમાજને આમને સામને કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને માત્રને માત્ર પરશોત્તમ રૂપાલાનો વિરોધ છે. પરંતુ, આ વચ્ચે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને આમને-સામને કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આથી બંને સમાજનાં લોકોને આપીલ કરવામાં આવે છે કે કોઈ ગેરમાર્ગે દોરાશો નહિ.
આ પણ વાંચો - Parshottam Rupala Vivad : રાજકોટમાં PAAS સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં! પ્રચાર પણ યથાવત્
આ પણ વાંચો - Parshottam Rupala Vivad: વિવાદો વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યા પ્રચાર
આ પણ વાંચો - Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ