Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala Statement Update: અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ કેન્દ્રીય મંત્રીની સામે આંખ લાલ કરી

Parshottam Rupala Statement Update: એક તરફ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ BJP અને Congress ના ઉમેદવારોને કારણે રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારો (BJP Candidate) પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવાને કારણે વારંવાર સામાજિક સ્તરે...
parshottam rupala statement update  અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ કેન્દ્રીય મંત્રીની સામે આંખ લાલ કરી

Parshottam Rupala Statement Update: એક તરફ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ BJP અને Congress ના ઉમેદવારોને કારણે રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારો (BJP Candidate) પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવાને કારણે વારંવાર સામાજિક સ્તરે રોષનું કારણ બની રહ્યા છે.

Advertisement

  • અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કરી અરજી
  • ઘાટલોડિયા, બોપલ અને નરોડા પોલીસ સ્ટેશનમાં કરી અરજી
  • જેને ઈતિહાસ નથી ખબર, તે અમારી લાગણી દુભાવી ન શકે

આપણે સૌ જાણીએ છીએ કે, તાજેતરમાં રાજકોટ (Rajkot) ના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, અંગ્રેજોની સામે મહારાજાઓ નમ્યા હતા. મહારાજાઓએ અંગ્રેજોના સાશનકાળ દરમિયાન રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. ત્યારે આ નિવેદનને લઈ ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકોનું લોહી સળવળવું છે.

Parshottam Rupala Statement Update

Advertisement

અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કરી અરજી

જોકે કેન્દ્રીય મંત્રી અને BJP પોરબંદર લોકસભા બેઠક (Lok Sabha Seat) ના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ તેમના નિવેદન બાદ તાત્કાલિક વીડિયો મારફતે માફી માંગી હતી. પરંતુ તેમ છતાં, આ પ્રકારના નિવેદન બાદ ગુજરાતના ખૂણે-ખૂણે ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો રોષે ભરાયેલા છે. જુદા-જુદા માધ્યમો દ્વારા ક્ષત્રિય સમાજ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધ આંદોલન જાહેર કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

જેને ઈતિહાસ નથી ખબર, તે અમારી લાગણી દુભાવી ન શકે

Parshottam Rupala Statement Update

Advertisement

ત્યારે આજરોજ Ahmedabad માં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ અરજી કરીને ફરિયાદ નોંધાવવામાં આવી છે. Ahmedabad માં આવેલા બોપલ, ઘાટલોડિયા અને નરોડા પોલીસ સ્ટેશનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરૂદ્ધ તેમને કરેલા નિવેદન બદલ અરજી કરી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ અરજીમાં લખ્યું છે કે, જેને ઈતિહાસ નથી ખબર, તે અમારી લાગણી દુભાવી ન શકે.

આ પણ વાંચો: Varun Gandhi Letter: મને યાદ છે વર્ષ 1983 નો એ દિવસ જ્યારે માતાની આંગળી પકડી….

આ પણ વાંચો: VADODARA : પાના-પક્કડથી લઇ સોનાના દાગીના સુધી ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર

આ પણ વાંચો: GANDHINAGAR : KHORAJ ગામે ગંદકી અને ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થતાં ગ્રામજનો ત્રસ્ત

Tags :
Advertisement

.