ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala : ક્ષત્રિય સમાજને ફરી એકવાર જાહેર મંચ પરથી વિનંતી, જાણો શું કહ્યું ?

રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. ક્ષત્રિય સમાજ દ્વારા પશોત્તમ રૂપાલાનો વિરોધ કરવા આંદોલન પાર્ટ- 2 ના ભાગરૂપે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું (Kshatriya...
09:01 PM Apr 26, 2024 IST | Vipul Sen

રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. ક્ષત્રિય સમાજ દ્વારા પશોત્તમ રૂપાલાનો વિરોધ કરવા આંદોલન પાર્ટ- 2 ના ભાગરૂપે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું (Kshatriya Asmita Sammelan) આયોજન કરાયું છે જે 28મીએ બારડોલી ખાતે યોજાશે. જો કે, આ પહેલા પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે અને કહ્યું કે, ભૂલ મારી હતી જે બદલ મે માફી પણ માગી લીધી છે. પરંતુ, મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે શા માટે રોષ છે. મારા નિવેદનના કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઊભો કરી દેવો યોગ્ય નથી.

પશોત્તમ રૂપાલાએ કરી આ વિનંતી

જણાવી દઈએ કે, રાજકોટ (Rajkot) ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જાહેરમંચ પરથી પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આગેવાનોને આ સભાનાં માધ્યમથી એક વિનંતી કરું છું કે ભૂલ કરી હતી તો મેં કરી હતી. એની મેં જાહેરમાં માફી પણ માગી છે. સમાજની સામે પણ માફી માગી સમાજની વચ્ચે જઇને પણ માફી માગી. સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો, પણ મોદી સાહેબની સામે શાં માટે.... ક્ષત્રિય સમાજને મારે કહેવું છે, તમે તમારા યોગદાનને યાદ કરો, આ રાષ્ટ્રનાં ઘડતરમાં તમારું કેટલું બધું યોગદાન છે.

'મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઊભો કરવો યોગ્ય નથી'

પરશોત્તમ રૂપાલાએ આગળ કહ્યું કે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેટલું મોટું યોગદાન છે. નરેન્દ્રભાઇ (PM Narendra Modi) જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક સુધી ભારત સિવાય કોઇ વાત નહીં કરતા અને 140 કરોડ દેશવાસીઓને જે પોતાનો પરિવાર માને છે અને તેમની વિકાસયાત્રામાં કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઉં. મારી ભૂલ છે...હું સ્વીકારી લઇશ. મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) ઊભો કરવો તે મને યોગ્ય લાગતું નથી. સમાજના આગેવાનોને વિનંતી કે મોદીસાહેબ સામેના આક્રોશથી તમે પુન:વિચાર કરો. આપ સૌને અગ્રણીને નમ્ર વિનંતી કે સમજણનો નવો સેતુબંધ બાંધવા અપીલ છે. સમાજીક જીવનના તાણાવાણાને સ્પર્શતો વિષય છે, જેને રાજકારણથી દૂર રાખો.

અગાઉ પણ કરી હતી અપીલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પશોરત્તમ રૂપાલા (Parshottam Rupala) ઘણી વખત જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે. અગાઉ પણ તેમને ક્ષત્રિય સમાજને બધું ભૂલીને રાષ્ટ્રના વિકાસ અને નિર્માણમાં આગળ વધવા અપીલ કરી હતી. ત્યારે હવે ફરી એકવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે અને વિનંતી કરી છે.

આ પણ વાંચો - Kshatriya Asmita Sammelan : 28 મીએ અહીં યોજાશે ક્ષત્રિયોનું મહાસંમેલન, પુરુષ-મહિલાઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી!

આ પણ વાંચો -  Rajkot : ક્ષત્રિય સમાજની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, આગામી કાર્યકમોને લઈને આપી માહિતી

આ પણ વાંચો - પરશોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર, 108 આગેવાનોનું જાહેર સમર્થન

Tags :
BardoliBharatiya Janata PartyBJPGujarat BJPGujarat FirstGujarati NewsKshatriya Asmita SammelanKSHATRIYA SAMAJParshottam RupalaParshottam Rupala controversypm narendra modiRAJKOT
Next Article