Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala Dispute : કુલદીપસિંહ જાડેજાએ Gujarat First સાથે કરી વાત, જાણો તેમની પ્રતિક્રિયા

Parshottam Rupala Dispute : ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. ત્યારે...
11:23 PM Apr 18, 2024 IST | Vipul Sen

Parshottam Rupala Dispute : ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar) ખાતે રહેતા ક્ષત્રિય આગેવાન અને યુવા ઉદ્યોગપતિ કુલદીપસિંહ જે. જાડેજાએ (Kuldeep Singh Jadeja) પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ક્ષત્રિય સમાજ દ્વારા મોટું મન રાખીને પરશોત્તમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.

કુલદીપસિંહ જાડેજાએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાત કરી હતી અને તે દરમિયાન રામાયણનો પ્રસંગ ટાંકીને કુલદિપસિંહે સમાધાનના સંકેત આપ્યા હતા. તેમ જ નીચે મુજબના મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી હતી.

(1) ક્ષત્રિયો કોણ છે ?

હિન્દુત્વની સૌથી શક્તિશાળી કોમ એ ક્ષત્રિયો (Kshatriya) છે. સત્ય માટે, ધર્મ માટે લડતા આવ્યા છે. એટલે જ્યારે કોઈ મુદ્દો ઉછળે એટલે અમારો ગુસ્સો સાતમા આસમાને જાય, પણ એનો અર્થ એ નથી કે એ પાછો જ ના વળે, બધા પ્રકારનું શક્તિ પ્રદર્શન થઈ ચૂક્યું છે. પણ હવે, જો સજ્જન વડીલોની ટીમ બનાવી અજડાઈ મુક્ત વિચારો સાથે મંથન કરવાની જરૂર છે.

(2) રૂપાલજીને હટાવવા કે નહીં એ પાર્ટીનો નિર્ણય છે?

હવે, જો એમને નથી હટાવતા તો આપડે પાછા વાળીને જોવું જોઈએ કે પ્રવાહ કી તરફનો છે મને કેટલાક ના ફોન આવ્યા કે તમે કેમ રૂપાલજી તરફથી બોલો છો ? મે કીધું કે સૌથી વધારે સમાજ હિતમાં હુંજ બોલી રહ્યો છું. 6 મહિના જવા દો, લોકો કહશે કે આમાં સમાજના હિતમાં કોણ હતું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

(3) ક્ષત્રિયો સાથે સરકારની શિસ્ત પણ ગમી

મને ક્ષત્રિયોની શિસ્ત તો ગમી જ, પણ સાથે-સાથે સરકારની શિસ્ત પણ બહુ ગમી. બાકી ભૂતકાળમાં કોંગ્રેસ (Congress) વખતે ખેડૂત આંદોલનોમાં પણ ગોળીબાર કરાવેલ છે. એટલે હું જોવું છું કે "ખબર છે કે સમેલનમાં અમારા જ નેતાને ગાળો દેવાના છે (રૂપાલાજીને), તોય મંજૂરી આપી, કમિશનર સાહેબે બધાને ચા પાઇ. હવે જો ભાજપવાળા આટલું માન આપે છે તો બહુ તાણવું નો જોઈ, અને માન ભેર બાપુ બાપુ થઈ પડે એવું વર્તન કરવું જોઈએ.

4) રૂપાલા સાહેબના વાક્યોનું શું?

આપડે રાજા રામના વંશજો છીએ, રામે (Lord Ram) રાવણને સ્રોત કીધું હતું કે માફી માંગી લે. તો આ કંઈ કરવું નથી, તો આયા તો તમે કહો ત્યાં અને કહો તેવા શબ્દોમાં માફી મગાઈ ગઈ છે. હવે, જગ્યા આપને નો ગમી તો એમને આપડા અંદરના ડખાની થોડી ખબર હોય ?

5) હવે અત્યારે 30 જણા પોત પોતાના વખાણ કરી રહ્યા છે.

જો આજ કરવું હતું તો આના કરતાં રૂપાલા સારા હતા કે એ બધાના સાગમટે વખાણ કરતાં તા. અકબરને કીધું કે, હિન્દુસ્તાનના રાજપૂતો (Rajput) કેવી રીતે લડે છે એ વીડિયો જોઈ લેજો નેટ પર થી... ક્ષત્રિયાણીનું સન્માન જોવું હોય તો ભાવનગર (Bhavnagar) મહારાણી સાહેબ વિશેનો વીડિયો જોઈ લેજો, જેમાં ક્ષત્રિયની છાતી ફૂલે એવા વખાણ આજ રૂપાલા કરે છે. તો અમારો જુકાવ એના તરફ શું કામ છે, કારણ કે ખરાબ એકવાર બોલાયું છે (Parshottam Rupala Dispute) અને સારૂ અનેકવાર બોલાયું છે. તો એના સારા શબ્દો અમને પ્રેરિત કરે છે માફી આપી દેવા માટે...

આ પણ વાંચો - RUPALA : આ પાટીદાર નેતાનો સનસનીખેજ આરોપ, વાંચો અહેવાલ….

આ પણ વાંચો - પરશોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર, પદ્મિની બાના બદલાયા સૂર

આ પણ વાંચો - Rajkot : પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ ?

Tags :
Bharatiya Janata PartyBJPBJP GovernmentCongressGujarati NewsHinduismKSHATRIYA SAMAJKuldeep Singh J. JadejaParshottam RupalaParshottam Rupala Dispute Gujarat FirstRAJKOTSurendranagar
Next Article