Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala : અમદાવાદમાં આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે સમાજની બેઠક

Parshottam Rupala  : લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે તો પણ ગુજરાતમાં બીજેપીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લેતી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના  (Rupala Controversy )નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ (Parshottam...
parshottam rupala   અમદાવાદમાં આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે સમાજની બેઠક

Parshottam Rupala  : લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે તો પણ ગુજરાતમાં બીજેપીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લેતી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના  (Rupala Controversy )નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala )આ મામલે માફી પણ માંગી લીધી છે પરંતુ આ રોષ ઠરવાને બદલે વધી રહ્યો છે.આ મામલે આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળશે. તેમજ બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે .

Advertisement

રાજકીય આગેવાનો બીજી બેઠકમાં હાજર રહેશે

રાજકીય આગેવાનો (political leaders)બીજી બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે. જેમાં ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા કરશે. લોકસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાજપૂત-ક્ષત્રિય સમાજની બેઠક મળશે. ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળશે. ક્ષત્રિય સમાજની બેઠકમાં આંદોલનને લઈ ચર્ચા થશે. તથા રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. સંકલન સમિતિમાં આંદોલન મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. જેમાં અનેક પુરુષ તથા મહિલા આગેવાનો બેઠકમાં હાજર રહેશે.

Advertisement

મતદાન સમયે સમાજની તાકાતનો પરચો બતાવવાની ચીમકી

રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા ક્ષત્રિય સમાજની ટીપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તમામ મોરચે વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની ટિકીટ બદલવાની માંગણી કરવાની સાથે સમગ્ર રાજ્યમાં મતદાન સમયે સમાજની તાકાતનો પરચો બતાવવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

આ  પણ  વાંચો  - RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું “અમારો નિર્ણય અડીખમ”

આ  પણ  વાંચો  - RAJKOT : રૂપાલાને મોટી રાહત, ચૂંટણી અધિકારીએ આપી ક્લીનચીટ

આ  પણ  વાંચો  - Rupala Controversy : રાજ્યભરમાં વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું

Tags :
Advertisement

.