લાખોનું દેણું કરી વિદેશ ભાગી જનારા પુત્રના વિયોગમાં માવતરે ભર્યું ભયાવહ પગલું
Surat Suicide Story: વયોવૃદ્ધોની વાતોમાં અને પુસ્તકોમાં કળિયુગનો આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજના આધુનિક સમયમાં આપણે દિવસ દરમિયાન અનેક માનવતાને શર્મસાર કરતા કિસ્સાઓ અને ઘટનાઓના સાક્ષી બનતા હોઈએ છીએ. બંધ આખે પણ આંખના આંસુ વહી જાય તેવી હ્રદયદ્રાવક ઘટના સામે ગુજરાતની હિરા નગરી સુરતમાંથી આવી છે.
પુત્ર માટે પિતાએ 38 લાખનું દેવું કર્યું
સગા-સંબંધી પાસે પિતાએ વગર વ્યાજે પૈસા લીધા
પુત્ર માતા-પિતાને તરછોડી કેનેડા ભાગી ગયો
4 વર્ષથી માતા-પિતા પુત્રની રાહ જોઈ રહ્યા હતા
હિરા નગરી સુરતમાં જન્મેલો એક પુત્ર માતા-પિતા માટે કપૂત સાબિત થાયો છે. સુરતના સરથાણામાં રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડિયાએ અને તેમની પત્ની 64 વર્ષીય મુક્તાબેન ગેડિયાએ જીવાદોરી સંકેલી છે. બંને વૃદ્ધ માતા-પિતાના આપઘાતનું કારણ તેમનો પુત્ર પિયુષ છે. કપૂત પિયુષના માતા-પિતાએ પંખા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
આ પણ વાંચો: Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું કરનાર મૌલાનાની પુછપરછમાં મોટો ખુલાસો! JCP એ આપી માહિતી
પુત્ર માટે પિતાએ 38 લાખનું દેવું કર્યું
સમગ્ર ઘટના એમ છે કે, કપૂત પિયુષના પિતા ચુનીભાઈ ગેડિયાએ 38 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. આ તમામ રકમ તેમણે પોતાના સગા-સંબંધીઓ પાસેથી ઉધાર લીધી હતી. તે ઉપરાંત તેમની બચત અને મિલકતો પણ તેમણે પિયુષ માટે વેચી દીધી હતી. કારણ કે... ચુનીભાઈએ તેમના પુત્ર પિયુષ પર થયેલા દેવાને ચૂકવવા માટે આ પગલું ભર્યું હતું.
Surat Suicide Story
પુત્ર માતા-પિતાને તરછોડી કેનેડા ભાગી ગયો
Surat Suicide Story: પરંતુ આ સમયગાળા દરમિયાન માતા-પિતાને તરછોડીને તે પોતે કેનેડા જતો રહ્યો હતો. ત્યારે આ સમયગાળા દરમિયાન તેને કેનેડા જવા માટે અને દેવું ચૂકવવા માટે પિતા ચુનીભાઈ ગેડિયાએ કુલ 38 લાખનું દેવું કર્યું હતું. ત્યારબાદ એકવાર પુત્ર પિયુષ પોતાની પત્ની અને પુત્ર સાથે કેનેડા જતા રહ્યા બાદ કોઈ દિવસ તેણે માતા-પિતા સાથે વાત કરી ન હતી. તે ઉપરાંત તે માતા-પિતાના ગુજરાન માટે પણ એક પણ પાઈ મોકલાવતો ન હતો. જોકે આ સમયગાળા દરમિયાન એક પિયુષ તેની પત્ની અને પુત્ર સાથે સુરત આવ્યો હતો, પરંતુ ત્યારે પણ તેના માતા-પિતાને મળ્યા વગર જ પાછો કેનેડા ભાગી ગયો હતો.
આ પણ વાંચો: ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની માફીને રાજકીય ગણાવી
કેનેડા ગયા પછી પુત્રએ કોઈ દિવસ માતા પિતાને યાદ ના કર્યા
આ સંપૂર્ણ ઘટનાને લગભગ 4 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. ત્યારે હવે ચુનીભાઈ ગેડિયા આર્થિક રીતે પાછા અડીખમ થવા માટે સક્ષમ ન હતા. તે ઉપરાંત તેઓ દેવું ચૂકવવામાં પણ અસક્ષમ હતા. જોકે દેવાના પૈસા તેમણે સગા-સંબંધીઓ પાસેથી લીધા હતા. તેથી તેમને કોઈ દબાણ આ 4 વર્ષ દરમિયાન કરવામાં આવ્યું ન હતું. પણ તેમને આ લાચારીમાં જીવન ગુજારવું ગમતું ન હતું. ત્યારે જીવનની આ કપરી પરિસ્થિતમાં હતાશ થઈને તેમણે તેમની પત્ની સાથે જીવન ટૂંકાવ્યું છે.
આ સંપૂર્ણ ઘટના તેમણે 9 પાનામાં આપધાત કરતા પહેલા વર્ણવી હતી. અંતે આ ચિઠ્ઠીમાં તેમણે કહ્યું હતું કે, મારા દીકરા પિયુષ તું તો અમને ભૂલી ગયો, પણ અમે તને નથી ભૂલ્યા. અમે હજુ પણ યાદ કરીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. આટલા મહિના અને વર્ષો વીતી ગયા હોવા છતાં તું અમને કોઈ દિવસ મળવા ન આવ્યો. હું ભગવાનને પ્રાથના કરું છું કે જેવું મારી સાથે મારા પુત્રએ કર્યું, તેવું દીકરા પિયુષ તારો પુત્ર તારી સાથે ના કરે.....
આ પણ વાંચો: VADODARA : BJP ના મહિલા કોર્પોરેટર સાથે કાર્યકર્તાની ગેરવર્તણુંકનો મામલો આગળ વધ્યો