Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala : કેન્દ્રીય મંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - તેમણે દેશની ભાવનાઓને ઠોકર મારી છે...

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ અને શાબ્દીક પ્રહાર કરી રહ્યા છે. દરમિયાન, રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને...
04:23 PM Mar 10, 2024 IST | Vipul Sen

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ અને શાબ્દીક પ્રહાર કરી રહ્યા છે. દરમિયાન, રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કરમની કઠણાઈવાળા આવ્યા નહિ.

રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અયોધ્યા ધામે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના (Saurashtra Kadwa Patidar Samaj) ભવન નિર્માણ અંગેના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. પરસોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) કહ્યું કે, પહેલા ભાજપ સામે આક્ષેપો હતા કે ચૂંટણી આવે એટલે ભાજપ રામ મંદિરનો (Ram Temple) મુદ્દો ઉઠાવે. પરંતુ, હવે તો ભવ્ય મંદિર પણ બની ગયું અને આમંત્રણ પણ મોકલ્યું હતું. પણ કરમની કઠણાઇવાળા આવ્યા નહિ... કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, તેમણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નથી ઠુકરાવ્યું, તેમણે દેશની ભાવનાઓને ઠોકર મારી છે અને તે આખો દેશ જોઈ રહ્યો છે.

'સરદાર સાહેબ શુદ્ધ કોંગ્રેસી નેતા હતા'

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના (Statue of Unity) મુદ્દે પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હજી આ લોકોએ સરદાર સાહેબના સ્ટેચ્યૂ પાસે જઈને ફોટો પડાવ્યો હોઈ તેવું નથી જોયું. હું તો સમાજ જીવનમાં સ્વીકાર કરું છું કે, સરદાર સાહેબ ભાજપના નહોતા ભાઈ...સરદાર સાહેબ શુદ્ધ કોંગ્રેસી (Congress) નેતા હતા...પણ સરદાર સાહેબ દેશના નેતા હતા....એમનું તમે તો કાંઈ ન કર્યું પણ મોદી સાહેબે (PM Narendra Modi) સરદાર સાહેબના વ્યક્તિત્વને છાજે એવળી પ્રતિમા બનાવી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા અમારા સરદાર સાહેબની છે, તેવું કહેવાનું સદભાગ્ય મળ્યું છતાં ત્યાં આંટો નથી મારતા, બોલો...જે સરદાર સાહેબમાં ન જતા હોય એ રામમાં શેના આવે ?

 

આ પણ વાંચો - Rahul Gandhi in Gujarat : “ભારત જોડો ન્યાય યાત્રા”નો આજે અંતિમ દિવસ, રાહુલ ગાંધી, જયરામ રમેશની પ્રેસ કોન્ફરન્સ, વાંચો શું કહ્યું?

આ પણ વાંચો - BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

આ પણ વાંચો - Nadabet ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

 

Tags :
Ayodhya DhamBJPCongressGujaarat FirstGujarati NewsLok Sabha ElectionsParasottam RupalaParshottam Rupalapm narendra modiRajkot Lok Sabha seatRam templeSardar SahebSaurashtra Kadwa Patidar SamajStatue of UnityUnion Minister Parasottam Rupala
Next Article