Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : સંતરોડ સાલીયા ગામે ST બસ સ્ટેન્ડ જર્જરિત, મુસાફરો ખુલ્લામાં પ્રતીક્ષા કરવા મજબૂર

પંચમહાલ (Panchmahal) જિલ્લાના મોરવા હડફ તાલુકામાં સમાવિષ્ટ અને ઇન્દોર-અમદાવાદ મુખ્ય હાઈવે માર્ગ પર આવેલા સંતરોડ ગામ (Santaroad village) એક મુખ્ય બજાર તરીકે ઉભરી રહ્યું છે. અહીંયા દવાખાના, બેન્ક, શાળાઓ સહિત ખરીદી માટે મોટું બજાર આવેલું છે, જ્યાં ગોધરા તાલુકા સહિત...
panchmahal   સંતરોડ સાલીયા ગામે st બસ સ્ટેન્ડ જર્જરિત   મુસાફરો ખુલ્લામાં પ્રતીક્ષા કરવા મજબૂર

પંચમહાલ (Panchmahal) જિલ્લાના મોરવા હડફ તાલુકામાં સમાવિષ્ટ અને ઇન્દોર-અમદાવાદ મુખ્ય હાઈવે માર્ગ પર આવેલા સંતરોડ ગામ (Santaroad village) એક મુખ્ય બજાર તરીકે ઉભરી રહ્યું છે. અહીંયા દવાખાના, બેન્ક, શાળાઓ સહિત ખરીદી માટે મોટું બજાર આવેલું છે, જ્યાં ગોધરા તાલુકા સહિત મોરવા હડફ તાલુકાના 10 થી 15 ગામના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. વળી, અહીંયાથી મોરવા હડફ સરકારી કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે. સાથે જ મોરવા હડફ અને આજુબાજુના અંતરિયાળ વિસ્તરણા શ્રમજીવીઓ રોજગાર માટે રાજ્યના કેટલાક શહેરોમાં જતા હોય છે, જેથી વહેલી સવારથી મોડી રાત્રી સુધી સંતરોડમાં વાહનોની ભરમાર વચ્ચે જનમેદની જોવા મળતી હોય છે. તેમ છતાં સંતરોડની કેટલીક સમસ્યાઓ આંખે ઊડીને વળગે એવી છે, જેના નિવારણ માટે પંચાયતના સત્તાધીશો કે સ્થાનિક પદાધિકારીઓએ પ્રયાસો કર્યા પણ પરિણામ શૂન્ય હોય એવું જોવા મળી રહ્યું છે.

Advertisement

મુસાફરો ખાનગી વાહનોનો સહારો લેવા મજબૂર

પંચમહાલના (Panchmahal) મોરવા હડફ તાલુકામાં આવેલ સંતરોડ ગામ જે વ્યાપાર માટે મુખ્ય મથક તરીકે ઓળખાય છે. ત્યારે અહીંયા આજુબાજુના ગામમાંથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતાં હોય છે. ઉપરાંત, અહીંથી વિદ્યાર્થીઓ મોરવા અને ગોધરા અભ્યાસ માટે અપડાઉન કરતાં હોય છે. વળી, અમદાવાદ-ઇન્દોર મુખ્ય માર્ગ (Indore-Ahmedabad highway) પર થઈ તમામ એસટી બસ (ST bus) પસાર થતી હોવાથી શ્રમિકો અને જરૂરીયાતમંદ લોકો પણ અહીંથી એસટી બસની મુસાફરી કરી રહ્યા છે. પરંતુ, અહીં જૂના બસ સ્ટેન્ડમાં એસટી બસ અંદર જતી નથી. વળી, જ્યાં એસટી બસ હાલ ઊભી રહે છે ત્યાં મુસાફરોને બેસવા કોઈ સુવિધાઓ નથી, જેથી તમામ ઋતુમાં મુસાફરોને મજબૂર થઈ ખુલ્લામાં ઊભા રહેવું પડે છે, જેથી સંતરોડમાં સંતરામપુર અને ગોધરા રોડ પર પીકઅપ સ્ટેન્ડ બનાવવા સ્થાનિકોમાં માગ ઊઠી છે.

Advertisement

વર્ષો અગાઉ ધમધમતું એસટી બસ સ્ટેશન ભૂતિયા હાલતમાં ફેરવાયું

મોરવા હડફ તાલુકાના મુખ્ય વેપારી મથક માનવામાં આવતાં અને 10 હજાર કરતા વધુની વસ્તી ધરાવતા સંતરોડ સાલીયા ગામમાં (Santrod Saliya village) એસટી બસ સ્ટેન્ડની યોગ્ય સુવિધા વિના જરૂરિયાતમંદ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગામમાંથી અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પસાર થઈ રહ્યો છે, જેના નવીનકરણ દરમિયાન અહીં ઓવરબ્રિજનું નિર્માણ થયું હતું અને ત્યારથી વર્ષો અગાઉ ધમધમતું એસટી બસ સ્ટેશન ભૂતિયા હાલતમાં ફેરવાયું છે. આજે પણ આ બસ સ્ટેશનમાં માત્ર દેવગઢ બારીયા ડેપોમાંથી ગોધરા તરફ આવતી એસટી બસ જ સંતરોડ જૂના બસ સ્ટેશનમાં અવર જવર કરી રહી છે. પરંતુ, મુસાફરો અન્ય એસટી બસ અહીં અવરજવર નહીં કરતી હોવાથી હવે જૂના બસ સ્ટેન્ડમાં (ST bus station) જવાનું ટાળી રહ્યા છે.

મુસાફરો ખુલ્લામાં પ્રતીક્ષા કરવા મજબૂર

Advertisement

વળી, આ બસ સ્ટેન્ડ ચાર રસ્તા બજારથી દૂર હોવાથી હવે મુસાફરોના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવા મજબૂર બન્યા છે. હાલ તમામ એસટી બસ સંતરોડ ચાર રસ્તા પર ઊભી રહેતી હોય છે, જેથી મુસાફરોને ફરજિયાત ખુલ્લામાં હાઇવે માર્ગની સાઈડમાં અકસ્માતના ભય વચ્ચે બારેમાસ નીચે ધરતી અને આકાશના સહારે ઊભા રહેવું પડતું હોય છે. આ તમામ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે અહીં દાહોદ (Dahod) અને સંતરામપુર માર્ગ પર પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવા માટેની માગણી લોકો કરી રહ્યા છે. જો કે, પીકઅપ બસ સ્ટેન્ડની મંજૂરી મળી છે પરંતુ બનાવવા માટે જગ્યાની સમસ્યા હોવાનું તલાટી કમ મંત્રી જણાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે મુસાફરોને ભોગવવી પડતી હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે.

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો - BHARUCH : કરોડોના ખર્ચે નિર્માણ પામેલ માતરીયા તળાવમાં જામ્યું લીલનું સામ્રાજ્ય

આ પણ વાંચો - Himmatnagar : ઘઉં, ચણા અને મકાઈની મબલખ આવકથી હિંમતનગર માર્કેટયાર્ડ ઉભરાયું

આ પણ વાંચો - Bharuch : ઘરનો દરવાજો ખખડાવી અજાણી વ્યક્તિએ યુવક પર કેરોસીન છાંટી સળગાવ્યો

Tags :
Advertisement

.