RUPALA controversy : પદ્મિનીબાનો અન્ન ત્યાગ યથાવત્, રૂપાલા વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા, પત્રિકાનું વિતરણ
રાજકોટ (RAJKOT) લોકસભા બેઠક પર ભાજપ (BJP) ના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA controversy) ની મુશ્કેલીએ અટકવાનું નામ નથી લઇ રહી. ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) સામે વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બાએ (Padmini Ba) અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી, જે હાલ પણ યથાવત છે. આજે સમાજની વાડીમાં બેસી વિરોધ યથાવત્ રાખશે. આ સાથે સમાજની અન્ય મહિલાઓ સાંજે રૂપાલા વિરોધની પત્રિકાનું વિતરણ પણ કરશે.
બીજી તરફ આશાપુરા માતાજી મંદિર ખાતે રૂપાલા વિરૂદ્ધ 100 ટકા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ઉપરાંત, રાજકોટના ધોરાજી (Dhoraji) તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ રાજીનામું આપ્યું હોવાની પણ માહિતી છે.
રૂપાલા વિરુદ્ધ મતદાન અને પત્રિકાનું વિતરણ
લોકસભા ચૂંટણીના (Lok Sabha Election) પ્રચાર દરમિયાન તાજેતરમાં રાજકોટ બેઠક (RAJKOT) પરથી BJP ના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA controversy) એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સામે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા ભારે વિરોધ દાખવવામાં આવ્યો છે. દરમિયાન, ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બાએ (Padmini Ba) રૂપાલા વિરુદ્ધ વિરોધ દર્શાવવા માટે અન્નનો ત્યાગ કર્યો છે, જે હાલ પણ યથાવત છે. માહિતી મુજબ, આશાપુરા માતાજી મંદિરમાં (Ashapura Mataji Temple) બેસવાની મંજૂરી ન મળતા તેઓ આજે સમાજની વાડીમાં બેસીને વિરોધ નોંધાવશે. આ સાથે સમાજની અન્ય મહિલાઓ સાંજે રૂપાલા વિરોધની પત્રિકાનું વિતરણ પણ કરશે. ઉપરાંત, આશાપુરા માતાજી મંદિર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરૂદ્ધ 100 ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
ધોરાજી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીનું રાજીનામું!
દરમિયાન, રાજકોટના ધોરાજી (Dhoraji) તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ રાજીનામું આપ્યું હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. વર્ષો થી ભાજપ સાથે સંકળાયેલા એવા જનકસિંહ જાડેજાએ (Janaksinh Jadeja) ક્ષત્રિય સમાજના સમર્થનમાં રાજીનામું આપ્યું હોવાની માહિતી છે. રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિય સમાજના સમર્થનમાં હવે ક્ષત્રિય આગેવાનો એક પછી એક બીજેપીમાંથી રાજીનામા આપી રહ્યા છે.
આ પણ વાંચો - RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું “અમારો નિર્ણય અડીખમ”
આ પણ વાંચો - Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો
આ પણ વાંચો - Big Breaking : જેની રાહ જોવાતી હતી તે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક શરુ