ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મતદાન જાગૃતિ માટે ઠેર ઠેર 'Run for Vote' નું આયોજન, મહેસાણામાં રેપ સોંગથી અનોખો પ્રયાસ

રાજ્યમાં બે દિવસ બાદ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે આજે રાજ્યમાં વિવિધ સ્થળે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને જાગૃત કરવા માટે 'રન ફોર વોટ' (Run for Vote), રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ગાંધીનગર,...
01:24 PM May 05, 2024 IST | Vipul Sen

રાજ્યમાં બે દિવસ બાદ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે આજે રાજ્યમાં વિવિધ સ્થળે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને જાગૃત કરવા માટે 'રન ફોર વોટ' (Run for Vote), રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ગાંધીનગર, વડોદરા, અરવલ્લી, વલસાડ અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે મહેસાણામાં (Mehsana) તો ચૂંટણી અધિકારીઓ દ્વારા રેપ સોંગ (Rap Song) રજૂ કરીને મતદાતાઓને જાગૃતિ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં '10 મિનિટ વોટ માટે' ના સૂત્ર સાથે 'રન ફોર વોટ'

ગાંધીનગરમાં (Gandhinagar) મતદાન જાગૃતિ માટે 'રન ફોર વોટ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકસભા ચૂંટણીને લઈ મતદાન જાગૃતિ અંગે પ્રયાસ કરાયો હતો અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરાઈ હતી. ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી અને ગરમી હોય તો વહેલી તકે મતદાન કરવા સલાહ આપી હતી. '10 મિનિટ વોટ માટે' ના સૂત્ર સાથે 'રન ફોર વોટ' યોજાઈ હતી.

રેપ સોંગથી મતદાન જાગૃતિનો પ્રયાસ

મહેસાણામાં (Mehsana) મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. Hip-hop સ્ટાઇલમાં જિલ્લા કલેકટર, ડીડીઓ સહિત અધિકારીઓ દ્વારા રેપ સોંગ રજૂ કરવામાં આવ્યું છે. 'આવો આવો મહેસાણા વાળા આવો' રેપ સોંગ (Rap Song) બનાવીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. મહેસાણાના મતદારોને અને યુવાનોને આકર્ષવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાવલીમાં મતદાન જાગૃતિ માટે મેરેથોન દોડ

વડોદરાના (Vadodara) સાવલીમાં મતદાન જાગૃતિ માટે 'રન ફોર વોટ' મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી પ્રાંત ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ 'રન ફોર વોટ' મેરેથોન દોડમાં સાવલી પ્રાંત અધિકારી, સાવલી ટી.ડી.ઓ, મામલતદાર અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બનવા માટે આહ્વાન કરાયું હતું.

અરવલ્લીમાં નાગરિકોને મતદાન કરવા અપીલ

અરવલ્લી (Aravalli) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે મોડાસા ખાતે એક વિશાળ રેલી 'રન ફોર વોટ'નું (Run for Vote) આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક, પોલીસ જવાનો, જિલ્લા સંકલનના અધિકારીઓ, વિવિધ કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો, ભાવી મતદાર એવા યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. મોડાસાના (Modasa) માર્ગોથી થઈને કુમકુમ પાર્ટી પ્લોટ સુધી આ દોડ યોજાઈ હતી. આ કાર્યક્રમ થકી નાગરિકોને મતદાન અવશ્ય કરવા અપીલ કરાઈ હતી.

વલસાડમાં સ્પર્ધકોએ મતદાન કરવા શપથ લીધા

વલસાડમાં (Valsad) પણ મતદાન જાગૃતિ માટે વિશેષ દોડનું આયોજન કરાયું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની આગેવાનીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં 5 કિલોમીટર સુધી 'રન ફોર વોટ' યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરાઈ હતી. દોડમાં ભાગ લેનાર સ્પર્ધકોએ પણ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.

છોટાઉદેપુર અને પંચમહાલમાં 'રન ફોર વોટ'નું આયોજન

છોટાઉદેપુર ( Chhota Udepur) ખાતે પણ મતદાન જાગૃતિના ભાગરૂપે 'રન ફોર વોટ' કાર્યક્ર્મ યોજાયો હતો. આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત 850 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સવારે 06-30 કલાકે જિલ્લા સેવા સદન ખાતેથી નગરપાલિકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પેટ્રોલ પંપ ચાર રસ્તા વિસ્તારમાં થઈ જિલ્લા સેવા સદન ખાતે 'રન ફોર વોટ'ની પૂર્ણાહુતિ થઈ હતી. ઉપરાંત, પંચમહાલ જિલ્લામાં ચૂંટણી અધિકારી દ્વારા 'રન ફોર વોટ' કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જિલ્લા અધિક કલેક્ટર, સ્વીપ નોડલ અધિકારી ,જિલ્લા રમતગમત અધિકારી હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચો - VADODARA : ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી નાગરિક ધર્મ નિભાવવા અપીલ

આ પણ વાંચો - Voting Craze: પુત્રી વિદેશથી આવી અને માતાએ વિદેશ પ્રવાસ ટાળ્યો, જાણો શું છે કહાણી?

આ પણ વાંચો -  VADODARA : મતદાનકર્મીઓનો સાથ આપશે “વેલ્ફેર કિટ”

Tags :
'Run for Vote'AravalliElection Commission Chief Electoral Officer P. BhartiGandhinagarGujarat FirstGujarati NewsLok Sabha ElectionsMarathonVadodaraValsad and Chhota Udepur
Next Article