Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમ લગ્ન મુદ્દે મુખ્યમંત્રીના નિવેદને નીતિન પટેલે આપ્યું સમર્થન

મહેસાણા સરદાર પટેલ સેવાદળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે...
પ્રેમ લગ્ન મુદ્દે  મુખ્યમંત્રીના નિવેદને નીતિન પટેલે આપ્યું સમર્થન

મહેસાણા સરદાર પટેલ સેવાદળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. પાટીદાર સમાજની માગ વિશે સરકાર વિચારણા કરશે. પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંકેત આપ્યા હતા. ત્યારે CMએ આપેલા નિવેદન પર નીતિન પટેલે તેનું સમર્થન આપ્યું  છે.

Advertisement

મુખ્યમંત્રીના સંકેત બાદ પ્રેમલગ્નના રજીસ્ટ્રેશન સમયે નિયમો બદલવાની માગ બુલંદ બની રહી છે. લગ્ન નોંધણી સમયે માતાપિતાની મંજૂરીને નીતિન પટેલે સમર્થન કર્યુ છે. પ્રેમલગ્નની નોંધણીમાં પરિવારની મંજૂરી મુદ્દે વિચારણાને આવકાર હોવાનું તેમણે જણાવ્યું હતું. CMએ આપેલા નિવેદનને ચારે બાજુથી સમર્થન મળવા લાગ્યું છે.

Advertisement

પૂર્વ  ઉપમુખ્યમંત્રી નીતિન   પટેલે  શું  કહ્યું
પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં દિકરીઓમાં બે પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. જેમાં એક લવ જેહાદનો પ્રશ્ન ગંભીર પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્ન સમગ્ર દેશમાં જોવા મળે છે. તેમણે કહ્યું કે, હિંદુ ધર્મની દીકરીઓને લલચાવી ફોસલાવી, ખોટી ઓળખ ઊભી કરી અને પોતાને હિંદુ ગણાવી વિધર્મી યુવકો દીકરીને છેતરીને લઈ જાય છે. તે દીકરી સાથે લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરે છે. તેમણે કહ્યું કે બીજા કિસ્સામાં આપણાં જ લોકો દીકરીઓ સાથે પ્રેમલગ્ન કરે છે અને પરિવારની સંમતિ લેતા નથી. આ તમામ બાબત અટકાવવા દરેક સમાજે સરકારમાં રજૂઆત કરી છે.

Advertisement

આ પણ  વાંચો-પ્રેમલગ્ન માટે આગામી સમયમાં જરૂરી બની શકે છે મા-બાપની સંમતિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા સંકેત

Tags :
Advertisement

.