ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET UG 2024 : મેડિકલમાં પ્રવેશ માટે પરીક્ષાનો કાર્યકમ જાહેર,13 ભાષામાં લેવાશે પરીક્ષા

NEET UG 2024 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મેડિકલના પ્રથમ વર્ષ MBBS સહિતના કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2024) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે ઇચ્છૂક વિદ્યાર્થીઓ આગામી તા.9 માર્ચ સુધી ચાલશે....
07:56 AM Feb 12, 2024 IST | Hiren Dave
admission

NEET UG 2024 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મેડિકલના પ્રથમ વર્ષ MBBS સહિતના કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2024) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે ઇચ્છૂક વિદ્યાર્થીઓ આગામી તા.9 માર્ચ સુધી ચાલશે. દેશનાં 554 જેટલા શહેરોમાં કુલ 13 ભાષામાં આ પરીક્ષા લેવાશે. તા.14 જૂન-2024ના રોજ પરિણામ જાહેર કરાશે.

 

નીટના પરિણામના પર્સન્ટાઇલને મેડિકલના પ્રવેશ વખતે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. જોકે આ વખતે પર્સન્ટેજને ધ્યાનમાં રાખવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એ અંગેની કોઇ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી. NEET- UGના ફોર્મ ભરવાની નોટીસ પ્રસિદ્ધ કરવાની સાથે NTA દ્વારા ઇન્ફોર્મેશન બુલેટીન અભ્યાસક્રમ અને એક્ઝામની પેટર્ન પર જાહેર કરી છે.

 

NTA દ્વારા નીટ-યુજીના ફોર્મ ભરવાની નોટીસ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે ઈન્ફર્મેશન બુલેટીન, અભ્યાસક્રમ અને એક્ઝામની પેટર્ન પણ જાહેર કરી છે. નોટીસમાં પ્રસિદ્ધ કરાયેલી વિગત મુજબ, આગામી તા.5 મે-2024ના રોજ પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય બપોરે 2થી સાંજના 5:20 કલાકનો રહેશે, જેમાં 3 કલાકને 20 મિનિટનો સમય આપવામાં આવશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તામીલ, તેલગુ, ઉર્દુ સહિત જુદી જુદી કુલ 13 ભાષામાં પરીક્ષા લેવાશે. ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી રૂ.1,700, EWS અને OBC કેટેગરીમાં રૂ.1,600 અને SC, ST, PwBD અને થર્ડ ઝેન્ડર માટેની ફી રૂ.1,000 રહેશે.

આ  પણ  વાંચો - SURAT : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા હસ્તે માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

 

Tags :
admissionAhmedabadeducationGujarat NewsMedicalNEETneet 2024neet exam 2024NEET UG 2024NEET UG Form 2024
Next Article