Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NAVSARI: દાંડી દરિયાની દુર્ઘટનામાં 4 લોકોના મૃતદેહ મળ્યા, પરિવારમાં શોકનો માહોલ

Navsari: નવસારી દાંડીના દરિયા કિનારે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના છ લોકો દરિયાની ભરતીમાં તણાયા હતા. બૂમાબૂમ થતાં ત્યાં હાજર પોલીસ અને હોમગાર્ડના જવાનોએ બે વ્યક્તિને બચાવી લીધા હતાં પરંતુ રવિવારે મોટી ભરતી હોવાને કારણે મહિલા, યુવતી અને બે...
navsari  દાંડી દરિયાની દુર્ઘટનામાં 4 લોકોના મૃતદેહ મળ્યા  પરિવારમાં શોકનો માહોલ

Navsari: નવસારી દાંડીના દરિયા કિનારે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના છ લોકો દરિયાની ભરતીમાં તણાયા હતા. બૂમાબૂમ થતાં ત્યાં હાજર પોલીસ અને હોમગાર્ડના જવાનોએ બે વ્યક્તિને બચાવી લીધા હતાં પરંતુ રવિવારે મોટી ભરતી હોવાને કારણે મહિલા, યુવતી અને બે બાળકો સહિત ચાર લોકો ભરતીના મોજામાં ખેંચાઈ ગયા હતા.મોડી સાંજ સુધી ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી શોધખોળ ચાલુ રાખી હતી ત્યારે આજે સવારે લાપતા 4 વ્યકિતઓને મૃતદેહ મળી આવ્યા હતા.

Advertisement

મોટી ભરતી આવતા બની હતી ઘટના

નવસારી ઉપરાંત આસપાસના જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રવિવારે દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા. રવિવારે મોટી ભરતી પણ હતી. કિનારા સુધી ખૂબ મોટા મોજા આવી રહ્યાં હતાં. નવસારીના ખડસૂપામાં રહેતો પરિવાર તેમને ત્યાં રાજસ્થાનના ભિલવાડાથી આવેલા મહેમાનોને લઈને દાંડીના દરિયાકિનારે ફરવા આવ્યો હતો, ત્યારે ભરતીના મોજા કિનારા ઉપર ખૂબ ઊંચા ઉઠ્યા હતા. આ પરિવાર ઉપરાંત અન્ય બે પરિવારના બે સભ્યો મળી અલગ અલગ 3 પરિવારના 6 લોકો તેમાં ખેંચાઈ ગયા હતા.

ભરતી વખતે અંદર સુધી જવામાં જોખમ

દાંડીના પૂર્વ સરપંચ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, રવિવારે દરિયામાં મોટી ભરતી હતી. દરિયામાં પ્રવાસીઓ અંદર જાય છે. જોકે તેમને પાણીનો અંદાજ હતો નથી કે આ ભરતીમાં પ્રવાહ તેમને અંદર ખેંચી જઈ શકે છે. એટલે આવી ગફલતને કારણે આ ઘટના બની છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે.

Advertisement

પરિવારમાં શોકનો માહોલ

આ ઘટનામાં રાજસ્થાનના ભીલવાડાના ત્રણ બાળકો અને નવસારીના ખડાસૂપા ગામની એક મહિલા દરિયામાં ડૂબ્યા હોવાની વાત સામે આવી છે,ઘટનાની જાણ થતા ગામ આગેવાનો, સ્થાનિક તરવૈયા, નવસારી ફાયરના જવાનો અને જલાલપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દરિયામાં ગુમ થયેલા રાજસ્થાની પરિવારના ચારેય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એકી સાથે પરિવારના ચાર સભ્યો દરિયામાં ડૂબતા રાજસ્થાની પરિવાર શોકમાં માહોલ છે.

આ પણ  વાંચો - Navsari: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યા! ત્રણનો આબાદ બચાવ, માતા અને બે પુત્રો સહિત 4 લાપતા

Advertisement

આ પણ  વાંચો - VADODARA : રજાના દિવસે લોકોથી ઉભરાતો કોટણા બીચ કાળ સાબિત થયો

આ પણ  વાંચો - Students Trapped in Manali: મનાલીની ખીણમાં 45 વિદ્યાર્થીઓ અટવાયા, બાળકોને મૂકીને મેનેજમેન્ટ ફરાર!

Tags :
Advertisement

.