ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navodaya Vidyalaya Inauguration: છોટાઉદેપુરમાં નવોદય વિદ્યાલયનાનું વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

Navodaya Vidyalaya Inauguration: છોટાઉદેપુરના સંખેડામાં 22 એકરમા 36 કરોડના ખર્ચે આધુનિક કેમ્પસમાં વિકસાવેલ જવાહર નવોદય વિદ્યાલય (Navodaya Vidyalaya) ના નવા કાયમી સ્કૂલ કેમ્પસનું જમ્મુથી ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) દ્રારા કરવામાં આવ્યું. વર્ષ 2016 વિદ્યાલયને અસ્થાયી ધોરણે ફાળવેલી...
09:00 PM Feb 20, 2024 IST | Aviraj Bagda
Navodaya Vidyalaya in Chotaudepur was e-launched by the Prime Minister

Navodaya Vidyalaya Inauguration: છોટાઉદેપુરના સંખેડામાં 22 એકરમા 36 કરોડના ખર્ચે આધુનિક કેમ્પસમાં વિકસાવેલ જવાહર નવોદય વિદ્યાલય (Navodaya Vidyalaya) ના નવા કાયમી સ્કૂલ કેમ્પસનું જમ્મુથી ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) દ્રારા કરવામાં આવ્યું.

વર્ષ 2016 વિદ્યાલયને અસ્થાયી ધોરણે ફાળવેલી હતી

Navodaya Vidyalaya Inauguration

છોટાઉદેપુર જિલ્લાને 2016 માં ફાળવવામાં આવેલા આ વિદ્યાલય (Navodaya Vidyalaya) ને અત્યાર સુધી અસ્થાયી ધોરણે કવાંટના કડીપાની ખાતે GMDC ના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પ્રથમ વર્ષે 40 બાળકોના એડમીશન (Admission) થી શરૂ થયેલી આ શાળાનું નવું મકાન 2020 માં મંજૂર કરવામાં આવ્યું હતું. આ શાળામાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા કેમ્પસમાં બનાવવામાં આવ્યા છે.

દેશમાં 25,000 નવોદય વિદ્યાલયનું ઈ-લોકર્પણ કરાયું

આજરોજ જમ્મુ ખાતે યોજાયેલા પીએમ વિકાસ પેકેજ (PM Vikas Package) કાર્યક્રમ અંતર્ગત અનેક Education Center, Medical Collage, Jammu And Kashmir માં અન્ય માળખાકીય સુવિધાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન (PM Narendra Modi) ના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 25 જવાહર નવોદય વિદ્યાલયો (Navodaya Vidyalaya) ના પણ ઈ-લોકર્પણ કરવામાં આવ્યા હતા.

રૂ. 36 કરોડના ખર્ચે વિદ્યાલયનું નિર્માણ કરાયું

જેમાં છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદય (Navodaya Vidyalaya) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના સહયોગથી રૂ.36 કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાનું નિર્માણમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકસભા સાંસદ ગીતાબહેનના વરદહસ્તે શાળાની તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Tarbha Dham : 5 દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, Gujarat First ની કવરેજના ચારેયકોર વખાણ

Tags :
admissionChhotaUdepureducationGujaratGujaratFirstNavodaya VidyalayaNavodaya Vidyalaya Inaugurationpm modipm narendra modiSchoolStudentsVIKAS
Next Article