Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Narmada : કાજુનાં છોતરાની બોરીઓમાંથી રૂ. 61.14 લાખનો 611 કિલો સૂકો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ

નર્મદા (Narmada) જિલ્લાના નાંદોદ તાલુકાના બિતાડા ચેક પોસ્ટ પરથી કાજુનાં છોતરાની આડમાં બોરીઓમાં રૂ.61.14 લાખની કિંતમનો 611 કિલો સૂકા ગાંજાની હેરાફેરી કરવામાં આવી હોવાની બાતમી મળતા એલસીબીએ (LCB) કાર્યવાહી કરી હતી અને સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો...
04:04 PM Mar 02, 2024 IST | Vipul Sen

નર્મદા (Narmada) જિલ્લાના નાંદોદ તાલુકાના બિતાડા ચેક પોસ્ટ પરથી કાજુનાં છોતરાની આડમાં બોરીઓમાં રૂ.61.14 લાખની કિંતમનો 611 કિલો સૂકા ગાંજાની હેરાફેરી કરવામાં આવી હોવાની બાતમી મળતા એલસીબીએ (LCB) કાર્યવાહી કરી હતી અને સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો સાથે કુલ રૂ.66.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

નર્મદા (Narmada) જિલ્લો બે રાજ્યોને અડીને આવેલ જિલ્લો છે. ત્યારે અહીંથી અન્ય રાજ્યમાં અનેક ગુનાહિત ચીજ-વસ્તુઓની હેરાફેરી થતી હોય છે. આજે નર્મદા પોલીસને મોટી સફળતા મળી છે. કેટલાક માણસો ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે એસસીબીની (LCB) ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. નાંદોદ (Nandod) તાલુકાના બિતાડા પાસે ચેક પોસ્ટ (Bitada Check Post) પર ટીમે વાહન ચેકિંગ કામગીરી આદરી હતી. દરમિયાન, કેસરી કલરનો આઇસર ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવાનો ઇશારો કરતા આઇસર ટેમ્પોમાંથી એક આરોપી કુદીને ભાગી ગયો હતો, જ્યારે પોલીસે આઇસર ટેમ્પાને આંતરીને ટેમ્પોચાલકની ધરપકડ કરી હતી.

ગાંજાનો જથ્થો

તપાસ દરમિયાન આરોપીની ઓળખ રાકેશકુમાર લલિતકુમાર બારિક (રહે. બંકીમુહન, ઓરિસ્સા) તરીકે થઈ હતી. ટેમ્પોની તપાસ કરતા તેમાંથી કાજુનાં છોતરાની બોરીઓ મળી આવી હતી. આ બોરીઓમાં અંદર ચેક કરતા પ્લાસ્ટિકની કેટલીક કોથળાઓ પણ મળી આવી હતી, જેમાં તપાસ કરતા તેમાં સેલો ટેપ દ્વારા સુકા ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પાચાલકની ધરપકડ કરી તથા ફરાર આરોપીને વોન્ટેડ બતાવી NDPS એક્ટ હેઠળ રાજપીપલા પોલીસ મથકમાં (Rajpipla Police Station) ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગાંજાનો જથ્થો, ટેમ્પો ઉપરાંત કાજુનાં છોતરાવાળી 78 નંગ કોથળીઓ સહિત કુલ રૂ. 66,80,515 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રૂ. 61,14,500 ની કિંમતનો 611.450 કિગ્રા સૂકો ગાંજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Ambalal Patel : આગામી 18 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

Tags :
Bitada Check PostDry GanjaGujarat FirstGujarati NewsLCBNandodNarmadaNarmada PoliceNDPS ActRajpipla Police Station
Next Article