Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : નયના બેન પેઢરીયા રાજકોટના નવા મેયર તરીકે વરણી

રાજકોટના નવા મેયર તરીકે નયના પેઢરીયા વરણી કરવામાં આવી છે જેમાં નવા ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા નિમાયા છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવની નિમણૂંક કરવામાં આવી...
11:25 AM Sep 12, 2023 IST | Hiren Dave

રાજકોટના નવા મેયર તરીકે નયના પેઢરીયા વરણી કરવામાં આવી છે જેમાં નવા ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા નિમાયા છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવની નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં મેયર પદની રેસમાં 4થી 5 મહિલા નગરસેવકોના નામ રેસમાં હતા.

 

સૌરાષ્ટ્રની રાજનીતિના એપિ સેન્ટર ગણાતા રાજકોટના નવા મેયરની આજે જાહેરાત કરવામાં આવી છે.  રાજકોટનું મેયર પર મહિલા માટે અનામત છે. ત્યારે  મેયર પદ માટે નયના પેઢડિયાના નામની પસંદગી કરવામાં આવી છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન પેઢડીયા ભાજપમાં ખૂબ જ સક્રિય રહેલા છે. પહેલાથી જ  નયના પેઢડિયાનું નામ નિશ્ચિત માનવામાં આવતુ હતુ અને હવે મેયર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.

પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાને લેવાયા

રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકર અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને સામાજિક આગેવાન દેવાંગ માંકડ પણ રેસમાં હતા. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 કોર્પોરેટરો પૈકી 68 સભ્યો ભાજપના ચૂંટાયેલા છે. ભાજપનું મોવડી મંડળ રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સાશક પક્ષના નેતા પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાને લેવાયા છે.

આ  પણ  વાંચો-SURAT : સુરત શહેરના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી, ડેપ્યુટી મેયર પદે નરેશ પાટીલ

 

Tags :
#newMayorGujaratFirstMayorNaina Ben PedhariyaNarendra Singh JadejaRAJKOT
Next Article