Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Student Success Story: પુરુષની સફળતાનું કારણ માત્ર મહિલા જ નહીં, કોઈ વખત પુરુષ પણ હોય છે

Student Success Story: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB Board Result) નું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ગત વર્ષની (GSEB Board Result) સરખામાણી કરતા ઉત્તમ આવ્યું છે. આ વર્ષે...
student success story  પુરુષની સફળતાનું કારણ માત્ર મહિલા જ નહીં  કોઈ વખત પુરુષ પણ હોય છે

Student Success Story: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB Board Result) નું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ગત વર્ષની (GSEB Board Result) સરખામાણી કરતા ઉત્તમ આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહ 65 ટકા આવ્યું હતું. જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 91.53 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે 65 ટકા પરિણામ આવ્યું હતું.

Advertisement

  • રિક્ષા ચાલકના પુત્રએ પરિવારનું ગૌરવ વધાર્યું

  • પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે

  • પ્રેરણા સ્ત્રોત હોય તો તે મારા માતા-પિતા છે

ત્યારે નડિયાદમાં બે પેઢીઓથી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા (GSEB Board Result) નીતિનભાઈના પુત્રએ ધોરણ 12 ના પરિણામ સાથે પરિવારજનોનું માથું ગૌરવથી ઊંચું કર્યું છે. આ વિદ્યાર્થીએ (GSEB Board Result) ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં 99.48 ટકા મેળવીને પોતાના જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીએ ગુજકેટમાં પણ 99.90% પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે.

આ પણ વાચો: Gujarat Sudent Success Story: દીકરી TENSION નહીં, પરંતુ TEN (10) SON બરાબર હોય છે

Advertisement

પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે

નડિયાદના વાણીયાવાડ વિસ્તારમાં નીતિનભાઈ રાવલ પોતાના (GSEB Board Result) પરિવારનું ભરણપોષણ કરવા નડિયાદ શહેરમાં સ્વતંત્ર રીતે રિક્ષા ચલાવે છે. જ્યારે તેમના પત્ની જ્યોતિબેન ગૃહિણી છે. તેમના 3 સંતાનો પૈકી નાના પુત્ર ધ્રુવે પરિક્ષામાં શાનદાર પરિણામ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. આ સાથે રાવલ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

આ પણ વાચો: Jamnagar Student Success Story: એવી વિદ્યાર્થી જે પરિક્ષા પહેલા જીવનની અગ્નિપરિક્ષામાં સફળ થઈ

Advertisement

પ્રેરણા સ્ત્રોત હોય તો તે મારા માતા-પિતા છે

જોકે ધ્રુવના પિતા છેલ્લા 25 વર્ષથી રિક્ષા ચલાવે છે. તેમ છતાં તેમના (GSEB Board Result) ત્રણેય પુત્રો શૈક્ષણિક સ્તરે ખુબ જ હોશિયાર છે. જોકે પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમના પુત્ર ધ્રુવે જાત મહેનતે વગર કોઈ ક્લાસિકે આ પરિણામ મેળવ્યું હતું. પુત્રની આ સફળતાને લઈ સૌથી વધુ ખુશ ઘ્રુવની માતા છે. તો ધ્રુવે કહ્યું કે, "આ સફળતા માટે જો કોઈ પ્રેરણા (GSEB Board Result) સ્ત્રોત હોય તો તે મારા માતા-પિતા છે. હું નાનપણથી જ મારા માતા-પિતાને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું, તેથી મારું મન પહેલેથી જ અભ્યાસમાં લાગેલું હતું. આ પહેલા પણ મેં 99.88 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.

આ પણ વાચો: IFFCO Election: IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી

Tags :
Advertisement

.