Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi : વાઘપર ગામે ધૂણતા ધૂણતા અચાનક ભુવાજી ઢળી પડ્યા, થયું મોત

રાજ્યમાં હાર્ટ એટેકથી (heart attack) મોતના બનાવ સતત વધી રહ્યા છે. નાની વયે હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવતા ચિંતા વધી છે. ત્યારે હાર્ટ એટેકથી મોતનો વધુ એક બનાવ મોરબીથી (Morbi) સામે આવ્યો છે. મોરબીમાં એક ભુવાજીને ધૂણતી વખતે હાર્ટ...
morbi   વાઘપર ગામે ધૂણતા ધૂણતા અચાનક ભુવાજી ઢળી પડ્યા  થયું મોત

રાજ્યમાં હાર્ટ એટેકથી (heart attack) મોતના બનાવ સતત વધી રહ્યા છે. નાની વયે હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવતા ચિંતા વધી છે. ત્યારે હાર્ટ એટેકથી મોતનો વધુ એક બનાવ મોરબીથી (Morbi) સામે આવ્યો છે. મોરબીમાં એક ભુવાજીને ધૂણતી વખતે હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે.

Advertisement

ધૂણતી વખતે આવ્યો હાર્ટ એટેક

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના (Morbi) વાઘપર ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભુવાજી પીઠાભાઈ મકવાણા (Pithabhai Makwana) ધૂણતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. આથી ત્યાં હાજર લોકો તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે પીઠાભાઈ મકવાણાને મૃત જાહેર કર્યા હતા.

ગઈકાલે સુરતમાં યુવકનું થયું હતું મોત

તપાસમાં જાણ થઈ કે પીઠાભાઈને હાર્ટ એટેક (heart attack) આવ્યો હતો. ધૂણતી વખતે અચાનક છાતીમાં દુ:ખાવો થયો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, ગઈકાલે સુરતમાં (Surat) પણ હાર્ટ એટેકની એક ઘટના બની હતી. સુરત જિલ્લાના બારડોલી (Bardoli) તાલુકાના મઢી ગામે આવેલ ગેરેજ પર બાલદા ગામનો યુવક કમલેશ ચૌધરી પોતાની બાઇક રિપેર કરાવવા માટે આવ્યો હતો. બાઇક સર્વિસ થયા બાદ કમલેશ ચૌધરી જ્યારે ઘરે જવા નીકળ્યો હતો ત્યારે બાઇક પર બેસતી વેળાએ તે અચાનક ઢળી પડ્યો હતો. આથી નજીકના લોકોએ કમલેશને ઊંચકી ઇમરજન્સી સર્વિસ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી અને કમલેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Surat : ગેરેજમાંથી નીકળી યુવક બાઇક પર બેઠો અને અચાનક ઢળી પડ્યો… થયું મોત

Advertisement

આ પણ વાંચો - RAJKOT : પડધરીમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોનો સામૂહિક આપઘાત

આ પણ વાંચો - Patan : શંખેશ્વરમાં ભાભીએ પિરસેલા ભોજનથી દિયરનું મોત, સસરા ગંભીર

Tags :
Advertisement

.