ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parasottam Rupala : મંત્રી પરશોત્તમ રૂપાલાને લાગી તલવાર, મ્યાનમાંથી કાઢતી વેળાએ થઈ ઇજા

રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (Parasottam Rupala) હાલ રાજકોટની મુલાકાતે છે. અહીં, તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, રાજકોટના ત્રંબા ગામ (Tramba village) ખાતેની રાધિકા સ્કૂલમાં...
12:56 PM Mar 11, 2024 IST | Vipul Sen

રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (Parasottam Rupala) હાલ રાજકોટની મુલાકાતે છે. અહીં, તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, રાજકોટના ત્રંબા ગામ (Tramba village) ખાતેની રાધિકા સ્કૂલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાને તલવાર (sword) લાગી હતી. તલવાર ખોલવા જતાં હાથમાં તલવારી લાગી હતી અને લોહી નીકળ્યું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ બેન્ડેડ પટ્ટી લગાવી લોહી રોકવાના પ્રયાસ કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ભાજપે (BJP) પસંદગી કરી છે. ત્યારે ચૂંટણી પ્રચાર હેતું કેન્દ્રીયમંત્રી રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટના ત્રંબા ગામે આવેલી રાધિકા સ્કૂલમાં (Radhika School) યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, ગ્રામજનોએ કેન્દ્રીયમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમના હાથમાં એક તલવાર પણ આપી હતી. જો કે, આ તલવાર ખોલતી વેળાએ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને (Parasottam Rupala) અંગાળી પર ઇજા પહોંચી હતી અને લોહી નીકળ્યું હતું.

હાથમાં ઇજા થતા લોહી નીકળ્યું હતું.

પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઇજા થતાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ (President Bharat Bodhra) બેન્ડેડ પટ્ટી લગાવી હતી અને લોહી રોકવાના પ્રયાસ કર્યા હતા. જણાવી દઈએ કે, ગઈકાલે કેન્દ્રીય મંત્રીએ રાજકોટમાં અયોધ્યા ધામે (Ayodhya Dham) સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના (Saurashtra Kadwa Patidar Samaj) ભવન નિર્માણ અંગેના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, પહેલા ભાજપ સામે આક્ષેપો હતા કે ચૂંટણી આવે એટલે ભાજપ રામ મંદિરનો (Ram Temple) મુદ્દો ઉઠાવે. પરંતુ, હવે તો ભવ્ય મંદિર પણ બની ગયું અને આમંત્રણ પણ મોકલ્યું હતું. પણ કરમની કઠણાઇવાળા આવ્યા નહિ... કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, તેમણે રામ મંદિરના (Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નથી ઠુકરાવ્યું, તેમણે દેશની ભાવનાઓને ઠોકર મારી છે અને તે આખો દેશ જોઈ રહ્યો છે.

 

આ પણ વાંચો - Mahesh Vasava : આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર! મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે! 

આ પણ વાંચો - Sabarmati Ashram Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે

આ પણ વાંચો - Parshottam Rupala : કેન્દ્રીય મંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું – તેમણે દેશની ભાવનાઓને ઠોકર મારી છે…

 

Tags :
Ayodhya DhamBJPCongressGujaarat FirstGujarati NewsLok Sabha ElectionsParasottam Rupalapm narendra modiPresident Bharat BodhraRadhika SchoolRajkot Lok Sabha seatRam templeSardar SahebSaurashtra Kadwa Patidar SamajStatue of UnityswordUnion Minister Parasottam Rupala
Next Article