Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehul Boghra : વકીલ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો, કાર સામે વાંધો ઉઠાવતા પોલીસકર્મીએ કર્યો હુમલો, જુઓ Video

સુરતમાં પોલીસની (Surat Police) દાદાગીર ફરી એકવાર સામે આવી છે. વકીલ મેહુલ બોઘરા (Lawyer Mehul Boghra) પર એક પોલીસકર્મીએ જીવલેણ હુમલો કર્યો હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે. બ્લેક કાચ સાથેની અને નંબર પ્લેટ વિનાની કાર સામે વાંધો ઉઠાવતા વકીલ...
mehul boghra   વકીલ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો  કાર સામે વાંધો ઉઠાવતા પોલીસકર્મીએ કર્યો હુમલો  જુઓ video

સુરતમાં પોલીસની (Surat Police) દાદાગીર ફરી એકવાર સામે આવી છે. વકીલ મેહુલ બોઘરા (Lawyer Mehul Boghra) પર એક પોલીસકર્મીએ જીવલેણ હુમલો કર્યો હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે. બ્લેક કાચ સાથેની અને નંબર પ્લેટ વિનાની કાર સામે વાંધો ઉઠાવતા વકીલ મેહુલ બોઘરા પર પોલીસકર્મીએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવતા વકીલ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પોલીસકર્મીની જબરદસ્ત ટીકા કરી રહ્યા છે.

Advertisement

ભ્રષ્ટાચાર વિરુદ્ધ આવાજ ઉઠાવનારા અને કાયદાનું પાલન ન કરનારાઓ સામે વાંધો ઉઠાવનારા એવા વકીલ મેહુલ બોઘરા (Lawyer Mehul Boghra) પર વધુ એક વખત હુમલો થયો છે. વકીલ મેહુલ બોઘરાએ બ્લેક કાચ સાથેની અને નંબર પ્લેટ વિનાની કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. આ કાર એક પોલીસ કર્મચારીની હતી. કારમાં પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. વકીલ મેહુલ બોઘરાએ આ અંગે સવાલ પૂછતા પોલીસકર્મી ખૂબ જ ગુસ્સે થયા હતા અને મેહુલ બોઘરાના હાથમાંથી ફોન ઝૂંટવાની કોશિશ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Socila Media) પર વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થતા વકીલ મેહુલ બોઘરા પર હુમલાના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે.

Advertisement

સોશિયલ મીડિયા પર વકીલ મેહુલ બોઘરા (Lawyer Mehul Boghra) પર હુમલાનો વીડિયો વાઇરલ થતા લોકો પોલીસકર્મીની જબરદસ્ત ટીકા કરી રહ્યા છે. આરોપ છે કે હુમલાની ઘટના બાદ ટ્રાફિક હેલ્પલાઈન (Traffic Helpline) પર ફોન કરવા છતાં કાર્યવાહી ન થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસની દાદાગીરીનો આ વીડિયો સામે આવ્યા બાદ સવાલ થયા છે કે પોલીસની છબિ પર ડાઘ લગાવતા પોલીસકર્મીને કેમ સહન કરાય છે? શું પોતાને કાયદા કે ન્યાય પ્રક્રિયાથી ઉપર સમજે છે આવા લોકો? હાઇકોર્ટની ઝાટકણી છતાં કેમ આવા તત્વોને કોઈનો ડર નથી? જણાવી દઈએ કે, અગાઉ કારમાં બ્લેક કાચ, ટ્રાફિક નિયમોના પાલન, ટ્રાફિક હેલ્પલાઇન અંગે પોલીસની કામગીરીને લઈ ગુજરાત હાઈકોર્ટે પણ પોલીસખાતાની ઝાટકણી કાઢી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : રાજ્યની પ્રાથમિક શાળામાં હજુ 9,153 ઓરડાંની ઘટ, વિધાનસભામાં સરકારનો જવાબ

Tags :
Advertisement

.