Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : કોન્ટ્રાકટર-લેબરો વચ્ચે મોડી રાતે તલવાર-લાકડી વડે હિંસક ધીંગાણું, 5 ને ગંભીર ઇજા

મહેસાણા (Mehsana) ખાતે કોન્ટ્રાક્ટર અને લેબરો વચ્ચે હિંસક ધીંગાણું સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. લેબર કોન્ટ્રાક્ટરે (contractor) સફાઈ કામ કરતા લેબરોને બાકી પગાર નહિ ચૂકવતા હિંસક ધીંગાણું સર્જાયું હોવાના પ્રાથમિક અહેવાલ છે. આ હિંસક ઘટનામાં 5 યુવકોને ગંભીર ઇજાઓ...
mehsana   કોન્ટ્રાકટર લેબરો વચ્ચે મોડી રાતે તલવાર લાકડી વડે હિંસક ધીંગાણું  5 ને ગંભીર ઇજા
Advertisement

મહેસાણા (Mehsana) ખાતે કોન્ટ્રાક્ટર અને લેબરો વચ્ચે હિંસક ધીંગાણું સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. લેબર કોન્ટ્રાક્ટરે (contractor) સફાઈ કામ કરતા લેબરોને બાકી પગાર નહિ ચૂકવતા હિંસક ધીંગાણું સર્જાયું હોવાના પ્રાથમિક અહેવાલ છે. આ હિંસક ઘટનામાં 5 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં (Mehsana Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. આ મામલે લાઘણજ પોલીસે 2 હુમલાખોરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અટકાયત કરેલ આરોપી

Advertisement

મોડી રાત્રે હિંસક ધીંગાણું સર્જાયું

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા (Mehsana) જિલ્લામાં આવેલ શંકુસ વોટર પાર્ક (Shankus Waterpark ) સામે મોડી રાત્રે હિંસક ધીંગાણું સર્જાયું હતું. લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર સફાઈ કામ કરતા લેબરોને બાકી પગાર નહિ ચૂકવતા લેબરો દ્વારા ઊગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દરમિયાન, કોન્ટ્રાક્ટર અને લેબરો વચ્ચે ધોકા, લાકડી અને તલવારો સાથે ખૂબ જ હિંસક અથડામણ થઈ હતી.

Advertisement

5 યુવકોને ગંભીર ઇજા પહોંચી

આ ઘટનામાં 5 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તમામને મહેસાણા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા લાઘણજ પોલીસની (Laghnaj police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 7 હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે હાલ આ મામલે 2 હુમલાખોરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

આ પણ વાંચો - Jamnagar: ભાજપના દિગ્ગજ નેતા સહિત ત્રણ લોકો લિફ્ટમાં ફસાયા, 20 મિનિટ સુધી પાડતા રહ્યા બૂમો

આ પણ વાંચો - Heavy Rain: અમદાવાદવાસીઓની આતુરતાનો આવ્યો અંત! હવે થશે કડાકા ભડાકા સાથે વરસાદ

Tags :
Advertisement

Trending News

.

×