Mehsana triple talaq case: મહેસાણામાં એક સપ્તાહમાં ત્રિપલ તલાકની બીજી ઘટના સામે આવી
Mehsana triple talaq case: મહેસાણા જિલ્લામાં ત્રિપલ તલાકની એક વીકમાં બે ઘટના સામે આવી છે. જો કે જિલ્લાના શોભાસણ રોડ પર આવેલી ટાઉનશીપમાં પરિણીતા પર પતિ અને સાસુનો અત્યાચાર ની ઘટના બની છે.
- પરણિતા ત્રિપલ તલાકનો શિકાર બની
- પરણિતા પર પતિ અને સાસુનો માનસિક અત્ચાર
- પરણિતાને ઢોરમાર મારી દહેજની માંગ કરી
પરણિતા ત્રિપલ તલાકનો શિકાર બની
મહેસાણાની શોભાસણ રોડ પર આવેલી સાહિલ ટાઉનશીપમાં સાસરિયા દ્વારા પરિણીતા પર અત્યાર ગુજારવામાં આવતો હતો. આવા બનાવોને કારણે જ કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે ત્રિપલ તલાકની પ્રથાને નાબૂદ કરવમાં આવી હતી.
પરણિતા પર પતિ અને સાસુનો માનસિક અત્ચાર
મહેસાણામાં કડીના રીઝવાનાબાનું મનસુરી ના 12 વર્ષ પહેલાં શોભાસણ રોડ સાહિલ ટાઉનશીપમાં રહેતા ઇમરાન અકબરભાઇ મન્સુરી સાથે લગ્ન થયા હતા. હાલ તેમને 2 સંતાનો છે. લગ્ન જીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતુ. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી પરિણીતાના પતિ અને સાસુ દ્વારા પરિણીતા પર અત્યાર ગુજારવામાં આવતો હતો.
પરણિતાને ઢોરમાર મારી દહેજની માંગ કરી
પરણિતાની સાથે ઝઘડો કરી ગડદા પાટુનો માર મારવામાં આવતો હતો. 25 જાન્યુઆરીના રોજ પતી ઇમરાને પત્ની રિઝવાનાબાનું ને ઘરમાં ઢોરમાર મારી તુ ગમતી નથી તું જાડી અને કાળી થઈ ગઈ છે. મારે બીજી પત્ની લાવવી છે.જો તારે મારી સાથે રહેવું હોય તો મકાન બનાવવા માટે રૂ 5 લાખનું દહેજ માંગ્યું હતું. આવા અત્યાચારથી કંટાળી મહિલાએ મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી. અત્યાચાર ગુજારનાર પતિ સામે ત્રિપલ તલકની ફરિયાદ નોંધાવી છે. મહેસાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ મુકેશ જોષી
આ પણ વાંચો: જીવના જોખમે શાળાએ પહોંચે છે નાના ભૂલકાઓ ! Video