Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : પરશોત્તમ રુપાલા સામે વિરોધનો વંટોળ મહેસાણા પહોંચ્યો, બેનરો લગાવી કરી આ માગ

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રુપાલાના (Parshottam Rupala) નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં (Kshatriya community) ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરશોત્તમ રુપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવાની માગ કરાઈ રહી છે....
mehsana   પરશોત્તમ રુપાલા સામે વિરોધનો વંટોળ મહેસાણા પહોંચ્યો  બેનરો લગાવી કરી આ માગ

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રુપાલાના (Parshottam Rupala) નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં (Kshatriya community) ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરશોત્તમ રુપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવાની માગ કરાઈ રહી છે. ત્યારે હવે આ વિવાદ મહેસાણા (Mehsana) પહોંચ્યો છે. મહેસાણામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરશોત્તમ રુપાલા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે. કટોસણમાં (Katosan) રૂપાલાની ટિકિટ રદ કરવાના બેનર લગાવવામાં આવ્યા છે.

Advertisement

પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનરો

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) વિરુદ્ધ વિરોધનો વંટોળ હવે મહેસાણા (Mehsana) સુધી પહોંચ્યો છે. મહેસાણા જિલ્લાના કટોસણ (Katosan) ગામમાં ક્ષત્રિય સમાજના લોકોએ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવ્યા છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરી છે. આ સાથે બેનરો થકી કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના (BJP) કોઈ પણ કાર્યકર્તાએ કટોસણ ગામમાં પ્રવેશ નહીં કરવો નહીં.

મહેસાણામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ

Advertisement

આત્મનિર્ભર મહિલાઓ સાથે રૂપાલાની ટિફિન બેઠક

જણાવી દઈએ કે, આ વિવાદ વચ્ચે આજે કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) રાજકોટ (Rajkot) ખાતે સ્વાવલંબી અને આત્મનિર્ભર મહિલાઓના એક વિશેષ સંમેલનમાં પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના આગેવાનો, કાર્યકરો તથા સ્વાવલંબી મહિલાઓ સાથે ટિફિન બેઠક કરીને ભોજન પણ લીધુ હતું. વિવાદ વચ્ચે પણ પરશોત્તમ રુપાલા એક પછી એક કાર્યક્રમો યોજી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - અમારી માત્ર એક જ માંગ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે : Kshatriya Samaj

આ પણ વાંચો - Rajkot : વિવાદ વચ્ચે પરશોત્તમ રુપાલાએ યોજી ટિફિન બેઠક, જાણો શું થયું

આ પણ વાંચો - Parshottam Rupala Vivad : આવતીકાલે ક્ષત્રિય સમાજ કોર કમિટીની બેઠક, PT જાડેજાએ કરી આ અપીલ

Tags :
Advertisement

.