Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana Hindu-Muslim Marriage: ગુજરાતમાં સૌ પ્રથમવાર હિન્દુ મુસ્લિમ એકતા દર્શાવતા અનોખા સમૂહ લગ્ન

Mehsana Hindu-Muslim Marriage: મહેસાણાના કડીના મેડા આદરજ ગામે રામદેવ ફાર્મમાં નવા વાડજ અમદાવાદના પાટીદાર અગ્રણી નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલ સંપૂર્ણ ખર્ચ સાથે સર્વજ્ઞાતિ તૃતિય સમૂહલગ્નનું આયોજન કર્યું છે. આ વખતે 25 હિન્દું અને 3 મુસ્લિમ સમાજની દિકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા...
08:26 PM Apr 21, 2024 IST | Aviraj Bagda
Mehsana Hindu-Muslim Marriage,

Mehsana Hindu-Muslim Marriage: મહેસાણાના કડીના મેડા આદરજ ગામે રામદેવ ફાર્મમાં નવા વાડજ અમદાવાદના પાટીદાર અગ્રણી નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલ સંપૂર્ણ ખર્ચ સાથે સર્વજ્ઞાતિ તૃતિય સમૂહલગ્નનું આયોજન કર્યું છે. આ વખતે 25 હિન્દું અને 3 મુસ્લિમ સમાજની દિકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા.

તમામ હિન્દુ અને મુસ્લિમ દિકરીઓના કરિયાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા હતા. અમદાવાદના નવા વાડજમાં રહેતાં ભગવતી કોલ ડીપોના માલિક નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલ છેલ્લાં ત્રણ વર્ષથી સ્વખર્ચે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરે છે. પ્રથમ વખત એક જ મંડપ નીચે 25 હિન્દુ સમાજની દિકરીઓના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VADODARA : ભાજપના ઉમેદવારોની જીત માટે સમર્થકે આકરી માનતા પૂર્ણ કરી

મુસ્લિમ સમાજે નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો

તે ઉપરાંત 3 મુસ્લિમ સમાજની દીકરી-દીકરાઓના મુસ્લિમ સમજની વિધિ-વિધાન મુજબ નીકાહ કરવામાં આવ્યા હતા. મેડા આદરજ આજુબાજુ ગામમાં કડી તાલુકાના ગામોમાં વસતાં મુસ્લિમ સમાજના લોકોને આ વાત સ્પર્શી જતાં તેઓ નરેન્દ્રભાઈ પટેલને મળ્યાં હતાં.

આ પણ વાંચો: Film Producers: રાડો અને નાડીદોષ જેવી ફિલ્મોના પ્રોડ્યુસરે સુરતમાં કરોડો રૂપિયા ચાઉં કર્યા

હિન્દુ મુસ્લિમ સમાજની એક્તાના દર્શન કરાવે

સહૂમલગ્નમાં જોડાનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દિકરીઓના કરિયાવરનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી. સૌ પ્રથમ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દિકરીઓના એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યાં છે. જે હિન્દુ મુસ્લિમ સમાજની એક્તાના દર્શન કરાવે છે.

આ પણ વાંચો: Devgarh Baria : બામરોલી ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી !

Tags :
GujaratGujaratFirstHinduHistoryMarriageMass MarriageMehsanaMuslim
Next Article