Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana :2014 માં બનાવેલો આંબેડકર બ્રિજ જર્જરિત થયો, વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Mehsana : ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે. જેમાં મહેસાણામાં (Mehsana )આવેલો આંબેડકર બ્રિજનો એક (Ambedkar Bridge )ભાગ બેસી ગયો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો...
mehsana  2014 માં બનાવેલો આંબેડકર બ્રિજ જર્જરિત થયો  વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Mehsana : ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે. જેમાં મહેસાણામાં (Mehsana )આવેલો આંબેડકર બ્રિજનો એક (Ambedkar Bridge )ભાગ બેસી ગયો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે.

Advertisement

બ્રિજને રીપેર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હતી

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે. મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ આજે વહેલી સવારે બેસી ગયો હતો. બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું હતું. બ્રિજ પર ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને રીપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2014માં આ બ્રિજ બનીને તૈયાર થયો હતો.

Advertisement

અગાઉ પણ આંબેડકર બ્રિજ તૂટ્યો છે

Advertisement

આ પહેલીવાર નથી કે બ્રિજ પર ગાબડા પડ્યા હોય, આ પહેલા પણ વરસાદમાં બ્રિજ ચાર વખત તૂટ્યો છે અને દર વખતે તંત્ર પોતાની આબરૂ બચાવવા માટે થીગડાં મારે છે. આ બ્રિજ પર દરરોજ અનેક વાહનો પસાર થાય છે ત્યારે વાંરવાર બ્રિજ તૂટવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્ર નક્કર પગલાં લેતું નથી.

આ  પણ  વાંચો  - VADODARA : ‘હરણી હત્યાકાંડ’ માં કોર્પોરેશને કાર્યપાલક ઇજનેર સહિત 6 ને ફટકારી નોટિસ

Tags :
Advertisement

.