Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : બહુચરાજીમાં સવારે વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલવાનમાં અચાનક ભભૂકી ઊઠી આગ

મહેસાણાનાં (Mehsana) બહુચરાજીમાં (Bahucharaji) મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. બેટરીમાં સ્પાર્ક થતાં સ્કૂલવાનમાં આગ ભભૂકી ઊઠી હતી. જો કે, સમય સૂચકતા વાપરી બાળકોને નીચે ઉતારી લેવાયા હતા, આથી મોટી દુર્ઘટના ટળી હતી. વધુ આગ લાગે તે પહેલાં જ ફાયર સંસાધનથી...
mehsana   બહુચરાજીમાં સવારે વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલવાનમાં અચાનક ભભૂકી ઊઠી આગ

મહેસાણાનાં (Mehsana) બહુચરાજીમાં (Bahucharaji) મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. બેટરીમાં સ્પાર્ક થતાં સ્કૂલવાનમાં આગ ભભૂકી ઊઠી હતી. જો કે, સમય સૂચકતા વાપરી બાળકોને નીચે ઉતારી લેવાયા હતા, આથી મોટી દુર્ઘટના ટળી હતી. વધુ આગ લાગે તે પહેલાં જ ફાયર સંસાધનથી આગને બુઝાવી લેવામાં આવી હતી. જો કે, ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

Advertisement

સમય સૂચકતા આગ પર કાબૂ મેળવી લેવાયો

સ્કૂલવાનની બેટરીમાં સ્પાર્ક થતાં આગ લાગી

મહેસાણાના (Mehsana) બહુચરાજીમાં સવારે એક સ્કૂલવાનમાં આગ લાગી (Fire in School Van) હોવાની ઘટના બની હતી. માહિતી મુજબ, વાનની બેટરીમાં અચાનક સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી. જો કે, સમય સૂચકતા વાપરી વાનમાં સવાર વિદ્યાર્થીને નીચે ઉતારી લેવાયામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ ભેગા થયા હતા અને આગને બૂઝાવવામાં મદદ કરી હતી. વાનમાં રહેલા ફાયરનાં સંસાધનથી આગ પર જલ્દી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

Advertisement

સ્થાનિક વેપારીઓએ આગ બુઝાવવામાં મદદ કરી હતી.

વેપારીઓએ આગ બૂઝાવવામાં મદદ કરી

જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા પહોંચી નહોતી. પરંતુ વિદ્યાર્થીઓની ભરેલી સ્કૂલવામાં અચાનક આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે, વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી મુજબ, આ ઘટના બહુચરાજી માર્કેટમાં (Bahucharaji Market) બની હતી, જ્યાં વેપારીઓએ આગ બુઝાવવામાં મદદ કરી હતી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો - Botad વહિવટી તંત્રની ઘોર બેદરકારી! રસ્તે રઝળતા મળ્યા ઓરીજનલ આધારકાર્ડ, જવાબદાર કોણ?

આ પણ વાંચો - Ahmedabad: સાયબર ફ્રોડ આચરતી 13 લોકોની ટોળકી ઝડપાઈ, સાયબર ક્રાઈમને મળી સફળતા

આ પણ વાંચો - Bharuch: અંકલેશ્વરમાં પિતા-પુત્રનું કારસ્તાન, કરોડો પચાવી વિધવાને આપી મારી નાખવાની ધમકી

Tags :
Advertisement

.