ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad માં મેઘરાજાની જોરદાર બેટિંગ, અનેક વિસ્તારો પાણીમાં ભરાયા

Ahmedabad  : અમદાવાદ (Ahmedabad )સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે બપોરના સમયે અચાનક અમદાવાદમાં વરસાદ શરૂ થતા શહેરીજનોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી. શહેરનાઘાટલોડિયા, ઉસ્માનપુરા, વસ્ત્રાપુર વિસ્તારમાં...
04:40 PM Jun 30, 2024 IST | Hiren Dave

Ahmedabad  : અમદાવાદ (Ahmedabad )સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે બપોરના સમયે અચાનક અમદાવાદમાં વરસાદ શરૂ થતા શહેરીજનોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી. શહેરનાઘાટલોડિયા, ઉસ્માનપુરા, વસ્ત્રાપુર વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે.

 

અમદાવાદમાં  મુશળધા  વરસાદ

બપોર બાદ અમદાવાદમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. વરસાદ બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે. વસ્ત્રાપુર, મેમનગર, એસજી હાઈવે, પ્રગતિનગર, પાલડી, જમાલપુર, પંચવટી, ન્યુ મણીનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન સોસાયટીનો ફોટો પાડીને નિકળી ગયું પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી.

અગામી ત્રણ કલાકનું નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યુ

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ અગામી ત્રણ કલાકનું નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યુ છે. જેમાં અમદાવાદમાં આજે રેડ એલર્ટ અપાયું છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહેશે. આણંદ, ખેડા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.તો અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેશે.

અમદાવાદના વટવાના પુનિતનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ રહ્યાં છે.બાળકો વરસાદી પાણીમાં મજા માણી રહ્યાં છે.કોર્પોરેશન તંત્ર શહેરમાં વરસાદી પાણી દૂર કરવાની કામગીરી નહી કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ પડતા શહેરના અખબારનગર, મીઠાખળી અને ત્રાગડ અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે.

બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 148 MM, બારડોલીમાં 130 MM, સુરત શહેરમાં 119 MM, વાપીમાં 117 MM, સુરતના મહુવામાં 116 MM, કામરેજમાં 115 MM, ઓલપાડમાં 111 MM, વલસાડમાં 102 MM, કપરાડામાં 89 MM અને ભરૂચ અને ખેરગામમાં 86 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.

આ પણ  વાંચો  - આગામી ત્રણ કલાકમાં Ahmedabad ભારે વરસાદની આગાહી, 60 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન

આ પણ  વાંચો  - Ahmedabad: મન મૂકીને ધોરમાર વરસ્યા મેઘરાજા, ચોમાસાની સિઝનમાં મેગાસિટીમાં ભૂવારાજ

આ પણ  વાંચો  - Bharuch : ધોધમાર વરસાદ થતા આમોદ પંથકમાં જળબંબાકાર! પ્રિ-મોન્સૂન કામગીરી પોલ ખુલી

Tags :
ahmedabad weatherAmbalal Patelambalal patel forecastGujaratGujarat MonsoonGUJARAT MONSOON 2024Gujarat Monsoon 2024 PredictionGujarat Monsoon DateGujarat Monsoon ForecastGujarat Monsoon Landfall Dategujarat rain forecastgujarat weathergujarat weather forecastIMDindia meteorological departmentmausamMetrology DepartmentMONSOON 2024Monsoon 2024 PredictionMonsoon AlertMonsoon RainpredictionRain Forecast in Gujaratrain todayRainfall Newstoday weatherWeather expertweather updateWeather Updates
Next Article