ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maulana Salman Azhari : હજારો સમર્થકોની ભીડ વચ્ચેથી મૌલાના અઝહરીને જુનાગઢ લઈ આવી ગુજરાત પોલીસ

જુનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ (Hate Speech) આપવા મામલે ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગઈકાલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલના અને અન્ય બે લોકો વિરુદ્ધ IPC ની કલમ 153 (C), 505...
08:42 AM Feb 05, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

જુનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ (Hate Speech) આપવા મામલે ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગઈકાલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલના અને અન્ય બે લોકો વિરુદ્ધ IPC ની કલમ 153 (C), 505 (2), 188 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે. સલમાન અઝહરીને અગાઉ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈથી જુનાગઢ લાવવામાં આવી રહ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૌલાના સલમાન અઝહરીના સમર્થકો મોટી સંખ્યામાં ઘાટકોપર પોલીસ સ્ટેશન (Ghatkopar Police Station) પહોંચ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આથી પોલીસે સુરક્ષા વધુ ચુસ્ત કરી હતી. દરમિયાન, મૌલાના સલમાન અઝહરીએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી.

અગાઉ બે લોકોની ધરપકડ કરાઈ હતી

મૌલાનાએ કહ્યું હતું કે, ન તો હું ગુનેગાર છું, ન તો મને અહીં ગુનો કરવા બદલ લાવવામાં આવ્યો છે. તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે અને હું પણ તેમને સમર્થન આપી રહ્યો છું. જો આ મારા ભાગ્યમાં હશે તો મારી ધરપકડ માટે તૈયાર છું. રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસ મૌલાના અઝહરીને (Maulana Mufti Salman Azhari) બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈથી જુનાગઢ જવા રવાના થઈ હતી. આવતીકાલે જૂનાગઢ કોર્ટ સમક્ષ મૌલાનાને રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાત પોલીસે આઈપીસીની કલમ 153 બી અને 505 (2) હેઠળ મોહમ્મદ યુસેફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા તરીકે ઓળખાતા બે સ્થાનિક આયોજકોની ધરપકડ કરવામાં આવી હતી.

ભાષણની એક ક્લિપ વાયરલ થતા વિવાદ

જણાવી દઈએ કે, 31 જાન્યુઆરીના રોજ જુનાગઢ (Junagadh) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મૌલાના સલમાન અઝહરીએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું, જેની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ અંગે મૌલાના અને કાર્યક્રમના આયોજકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બે આયોજકોની ધરપકડ બાદ મૌલાના મુફ્તીની ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મૌલાનાને ગુજરાત પોલીસ (Gujarat Police) મુંબઈથી જુનાગઢ લાવી રહી છે.

 

આ પણ વાંચો - ગુજરાત ATS એ મુંબઈથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી

Tags :
Ghatkopar Police StationGujarat ATSGujarat FirstGujarat PoliceGujarati Newshate speechJunagadhMaulana MuftiMaulana Mufti Salman AzhariMumbai Police
Next Article