Mass suicide: દેવભૂમિ દ્વારકા પંથકમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા મચ્યો હાહાકાર
Mass suicide: ગુજરાતના દેવભૂમિ Dwarka જિલ્લાના Bhanvad તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટાના સામે આવી છે. જોકે આ ઘટનામાં એક પરિવારને કાળ ભરખી ગયો છે. ત્યારે આ ઘટનાને લઈ Dwarka સહિતા સમગ્ર ગુજરાતમાં ચકચારી મચી ગઈ છે. તો પોલીસ પણ આ ઘટનાને જોઈ સ્તંભ ગઈ છે. ત્યારે આ ઘટનામાં Dwarka અને Jamnagar પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તજવીજ હાથ ધરવામાં આવી છે.
પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
અશોકભાઈ અને તેમના પરિવારના આ સભ્યો છે
ગામની ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં જીવન ટૂંકાવ્યું
ત્યારે દેવભૂમિ Dwarka માં આવેલા Bhanvad તાલુકામાં આવેલા ધારાગઢ ગામે એક પરિવારનો મૃતદેહ મળી આવ્યો છે. તો એક જ પરિવારના 4 લોકોએ ધારાગઢ ગામ નજીક આવેલા એક અવાવરુ સ્થળ પર આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. તો પ્રાથમિક તપાસમાં મળી આવ્યું છે કે, Jamnagar માં મુળ લાલપુરના મોડપર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. તો ધારાગઢ ગામે પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.
અશોકભાઈ અને તેમના પરિવારના આ સભ્યો છે
પરિવારનો સામૂહિક આપઘાત: ભાણવડ તાલુકાના ધારાગઢગામે જામનગરના પરિવારનો સામૂહિક આપઘાત, એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું#gujarat #dwarka #jamnagar #news pic.twitter.com/WdEH7QSevL
— narendra Ahir (@pithiyanarendra) July 10, 2024
તો જ્યારે એક વ્યક્તિ ઘટના સ્થળની નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની નજરે આ 4 મૃતક આવ્યા હતાં. તેથી તેણે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરીને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. ત્યારે પોલીસે આવીને આ 4 મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા છે. તે ઉપરાંત પોલસને ઘટના સ્થળ પરથી એક બાઈક અને એક્ટીવા પણ મળી હતી. તો પોલીસની પ્રાથમિક તપાસમાં આ Jamnagar ના વતની અશોકભાઈ અને તેમના પરિવારના આ સભ્યો છે.
ગામની ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં જીવન ટૂંકાવ્યું
બીજી તરફ અશોકભાઈ ધુવાએ તેમની પત્ની લીલુબેન, પુત્ર જિગ્નેશ અને પુત્રિ કિંજલે સામૂહિક આપઘાત કર્યો છે. તો અશોકભાઈ અને તેમના પરિવારના સભ્યોએ ધારાગઢ ગામ નજીક આવેલા ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં એકસાથે દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે હવે પોલીસ તપાસમાં એ જાણવાનું રહ્યું કે, અશોકભાઈ ધુવા અને તેમના પરિવારના અન્ય સભ્યોએ કેમ આ પગલું માંડ્યું ?
આ પણ વાંચો: ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર!