Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mandvi Beach Checking: હરણી હત્યાકાંડ બાદ પોલીસ રાજ્યમાં થઈ સક્રિય

Mandvi Beach Checking: Vadodara માં ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા મારવામાં આવ્યા છે. Gujarat First News ના માંડવીના અહેવાલ બાદ માંડવી બીચ પર ગેરકાયદેસર Boat ચલાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. Mandvi Beach પર સરકારી અધિકારીનું ચેકિગ Boat સંચાલકો...
11:45 PM Jan 19, 2024 IST | Aviraj Bagda
After the Harani massacre, the police became active in the state

Mandvi Beach Checking: Vadodara માં ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા મારવામાં આવ્યા છે. Gujarat First News ના માંડવીના અહેવાલ બાદ માંડવી બીચ પર ગેરકાયદેસર Boat ચલાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Mandvi Beach પર સરકારી અધિકારીનું ચેકિગ

Mandvi Beach Checking

Mandvi Beach મામલતદાર વિનોદ ગોકલાણીની ટીમ અને Police Beach પર રહેલા તમામ સ્પીડ Boat, રાફ્ટ Boat, જોરબિંગ બોલ ચલાવતા તમામ સંચાલકો પાસે License છે કે નથી ,સાથે સાથે પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરાવે છે કે નહીં. તેની ચકાસણી કરવામાં આવી હતી.

Boat સંચાલકો License વગર Boat ચલાવે છે

જેની પાસે Boat નું License હતું નહીં. તે જપ્ત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. Mandvi Beach પર 16 લાયસન્સ ઈશ્યુ થયા છે. પણ તેમ છતાં નિયમોને નેવે મૂકીને કેટલાક સંચાલકો Boat ચલાવે છે. જે પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

Mandvi Beach Checking

સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી પર્દાફાશ કરી

સ્થાનિકોનો કહેવા મુજબ કેટલાક લાયસન્સ ધારકોને અનુભવ ન હોવા છતાં તેઓને Boatની પરમિશન અપાઈ છે. પણ કેટલાક લોકો આ નીયમમાંથી છટકબારી અપનાવી લેતા હોય છે. એટલુંજ નહીં અહીં વોચ ટાવર, કેમેરા લગાવવાની પણ માંગ કરાઈ છે. કોઈ દરિયામાં ઊંડા પાણીમાં ન જાય તે માટે સાઉન્ડ લગાડવા, કર્મચારી ગોઠવવા પાલિકાએ ધ્યાન દોર્યું છે. પણ કોઈ જ પરિણામ આવ્યું નથી.

માંડવી બીચ આજે વિશ્વ વિખ્યાત છે.મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તેવા સંજોગોમાં લોકોના જાનમાલની સુરક્ષા ગંભીરપણે લેવાની જવાબદારી તંત્રની છે. તે વાત ભૂલવી ન જોઈએ.

અહેવાલ કૌશિક છાયા

આ પણ વાંચો: Bhuj Radio: ભુજમાં 20 કિલોવોટની ક્ષમતાના FM Transmitter ની થઈ સ્થાપના

Tags :
BeachboatCheckingGujaratGujaratFirstHARNI LAKELife JacketsMandviMandvi BeachpoliceVadodara
Next Article