Mahisagar Villager Protest: 10 વર્ષથી માત્ર ખોખલા વાયદાઓ, ગામનું તળાવ બન્યું વેરાન
Mahisagar Villager Protest: ગુજરતા (Gujarat) માં વધુ એકવાર ઉનાળા (Summer) ની શરૂઆતની ગામમાં બનાવેલામાં આવેલા તળાવો (Lake) અને જળાશયો (reservoirs) ઓ સુકાઈ રહ્યા છે. રાજ્યના વિવિધા જિલ્લાઓમાં આવેલા તળાવો અને જળાશયો (reservoirs) સુકાવવાને કારણે દર વર્ષે ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તે ઉપરાંત સરકારી અધિકારીઓ અને નેતાઓ ચૂંટણી (Lok Sabha Election) સમયે તળાવ અને જળાશયો (reservoirs) થી ઉદ્ભવતી સમસ્યાનું નિરાકરણ લાવવાનો વાયદા કરતા હોય છે. પરંતુ ચૂંટણી સમાપન પછી અધિકારીઓ આંખ આડા કાન કરે અને નેતાઓ ગાયબ થઈ જાય છે.
- મહીસાગરના ગામમાં 10 વર્ષથી તળાવ ખાલીખમ
- નેતાઓ અને અધિકારીઓ ચૂંટણી પછી ગામમાં દેખાતા નથી
- ગામમાં કોઈ નેતાઓને પ્રવેશ આપવામાં નહીં આવે
મળતી માહિતી મુજબ, મહીસાગર (Mahisagar) ના લુણાવાડા તાલુકાના વિરણીયા અને કરેણા ગામમાં છેલ્લા 10 વર્ષથી વેરાન પડેલા તળાવ (Lake) ને કારણે ગામલોકોને પારવાર તકલીફનો સામનો કરવો પડે છે. ગામમાં 2000 થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. ગામમાં આર્થિક ક્ષેત્રે મુખ્ય સ્ત્રોત પશુ-પાલન અને ખેતી છે. ત્યારે ગામમાં તળાવ (Lake) ખાલીખમ હોવાથી ગામ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.
નેતાઓ અને અધિકારીઓ ચૂંટણી પછી ગામમાં દેખાતા નથી
ગામલોકોએ અનેકવાર નેતાઓ અને જિલ્લા અધિકારીઓને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતા નેતાઓ અને જિલ્લા આધિકારીઓ આ મામલાને નજરઅંદાજ કરી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. તો બીજી બાજુ નેતાઓ ચૂંટણી (Lok Sabha Election) આવે ત્યારે ગામમાં આવીને મત આપવાના બદલામાં તળાવની સમસ્યા દૂર કરવામાં આવે છે. તેવા વચનો આપતા હોય છે, પરંતુ ચૂંટણી (Lok Sabha Election) પછી કોઈ નેતાઓ ગામમાં દેખાતા પણ નથી.
ગામમાં કોઈ નેતાઓને પ્રવેશ આપવામાં નહીં આવે
ત્યારે ગામલોકોએ નેતાઓ અને જિલ્લા આધિકારીઓ સામે માગ મૂકી છે. જ્યાં સુધી તળાવની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે નહીં, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં મત આપશે નહીં. તે ઉપરાંત કોઈ પણ નેતાને ગામની અંદર આવવા દેવામાં આવશે નહીં. તે પણ સૂચિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: VADODARA : વાહન ચેકીંગ ટાણે ગાંજાની સવારી ઝબ્બે
આ પણ વાંચો: આત્મસમ્માન માટે કોંગ્રેસ છોડી, દુઃખ છે પણ હવે નવી ઇનિંગ… : Rohan Gupta
આ પણ વાંચો: Sabarkantha : લોકસભા ચૂંટણી પહેલા AAP ના જાણીતા નેતાએ આપ્યું રાજીનામું, હવે નોંધાવશે અપક્ષ ઉમેદવારી!