madrasa Survey : આચાર્ય પર હુમલા મામલે 2 ની ધરપકડ, BJP નેતાએ કહ્યું- મદરેસામાં આવી ઘટના..!
રાજ્યમાં ચાલતા મદરેસાનો સરવે (madrasa Survey) કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો હોવાથી ગઈકાલે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, અમદાવાદના (Ahmeadbad) દરિયાપુર વિસ્તારમાં આવેલા મદરેસામાં સરવે કરવા ગયેલા પ્રિન્સિપાલ પર 25 થી 35 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટના સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે ભાજપના (BJP) ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે.
મદરેસા સરવે મામલે BJP ધારાસભ્યનું નિવેદન
BJP ધારાસભ્ય મહેશ કસવાલાએ (Mahesh Kaswala) આ મામલે જણાવ્યું કે, મદરેસામાં આવી ઘટના બની તે યોગ્ય નથી. ભાજપની સરકાર આવી પ્રવૃત્તિઓને ચલાવશે નહીં. તેમણે આગળ કહ્યું કે, CM (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રીના (HM Harsh Sanghvi) નેતૃત્વમાં કાયદા વ્યવસ્થાનું પાલન થશે. દોષિતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવેલા અંદાજે 1130 જેટલા મદરેસાનો સરવે (madrasa Survey) કરવાનો શિક્ષણ વિભાગ (education department) દ્વારા આદેશ કરાયો હતો, જેના ભાગરુપે ગઈકાલ સવારથી જ રાજ્યભરમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે બે આરોપીની ધરપકડ કરી
શનિવારે સવારે શિક્ષણ વિભાગની એક ટીમ દરિયાપુર (Dariyapur) વિસ્તારના સુલતાન મહોલ્લામાં આવેલા એક મદરેસામાં સરવેની કામગીરી કરવા માટે પહોંચી હતી. ત્યારે આચાર્ય પર 25 થી 30 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. બાપુનગરની સ્મૃતિ વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય પર ટોળાએ અચાનક હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ આચાર્ય દરિયાપુર પોલીસ (Dariyapur Police) મથકમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. ઘટના સામે આવતા પોલીસે ફરજમાં રુકાવટ, રાયોટિંગ સહિતના ગુના નોંધી કામગીરી હાથ ધરી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જો કે, ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસને માત્ર 2 આરોપી ફરહાન અને ફૈઝલની ધરપકડ કરી છે. ત્યારે પોલીસને આરોપી ન મળતા હોવાની અને ધીમી ગતિએ કામગીરીની ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો - Ahmedabad : દરિયાપુરમાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો
આ પણ વાંચો - Madresa : રાજ્યની 1130 જેટલી મદરેસાનો સર્વે કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ
આ પણ વાંચો - Sabarkantha Madrasa: સાબરકાંઠા ડી.ઓ. એ ત્રણ તાલુકાઓમાં ચાલતી 06 મદ્રેસાઓની તપાસ શરૂ કરી