Loksabha Election 2024 : ગાંધીનગરમાં કમલમ ખાતે BJP પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા
લોકસભા ચૂંટણી 2024ના મિશન હેઠળ આજે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ અગ્રણીઓની મહત્ત્વની બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રીઓ, ઉપાધ્યક્ષ સહિત જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી સામેલ થાય એવી માહિતી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ બેઠકમાં લોકસભા ચૂંટણી -2024 ને લઈ રણનીતિ પર મહામંથન કરવામાં આવશે.
ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાનારી આજની બેઠકમાં બીજેપીના જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓને માર્ગદર્શન આપવામાં આવી શકે છે. સાથે જ રાજ્યમાં લોકસભાની તમામ 26 બેઠકો પર જીત મેળવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. માહિતી અનુસાર, 5 લાખના માર્જિન સાથે જીતવાના લક્ષ્ય અંગે પણ ચર્ચા થઈ શકે છે. બેઠકમાં બીજેપીના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો અંગે પણ વિગતવાર ચર્ચા થવાની સંભાવના છે. જણાવી દઈએ કે, કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર વિરાજમાન ભાજપ દ્વારા આ વખ્તે પણ લોકસભાની તમામ 26 સીટો જીતીને વિજયની હેટ્રિક લગાવવાનો લક્ષ્ણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
બીજેપીના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા 5 લાખના માર્જિન સાથે લોકસભાની ચૂંટણી જીતીને તમામ 26 સીટ પર વિજયનો પરચમ લહેરાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યને મેળવવા માટે આજે ગાંધીનગરમાં પાર્ટીના હોદ્દેદારો દ્વારા મહત્ત્વની બેઠક કરવામાં આવી રહી છે. આજની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપી શકે છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ સરકારી યોજનાઓની માહિતી, સરકારના વિકાસ કામો અંગેની માહિતી લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે ચર્ચા થઈ શકે છે. માહિતી મુજબ, આવતીકાલે પણ આ પ્રકારની સંયુક્ત બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ સુરત આવશે