Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections : દાદરાનગર હવેલીના સાંસદ ભાજપમાં જોડાયા, ભવ્ય રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યું!

Lok Sabha Elections : દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli )બેઠક પર શિવસેનાના સીટીંગ કલાબેન ડેલકરને ( Kalaben Delkar ) ભાજપે પાર્ટીમાં જોડાયા તે પહેલા જ લોકસભાની (Lok Sabha Elections )ટિકિટ આપી દીધી હોવાનું સામે આવ્યું છે.ભાજપ દ્વારા ટિકિટની જાહેરાત...
lok sabha elections   દાદરાનગર હવેલીના સાંસદ ભાજપમાં જોડાયા  ભવ્ય રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યું

Lok Sabha Elections : દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli )બેઠક પર શિવસેનાના સીટીંગ કલાબેન ડેલકરને ( Kalaben Delkar ) ભાજપે પાર્ટીમાં જોડાયા તે પહેલા જ લોકસભાની (Lok Sabha Elections )ટિકિટ આપી દીધી હોવાનું સામે આવ્યું છે.ભાજપ દ્વારા ટિકિટની જાહેરાત થયાના ત્રણ દિવસ બાદ આજે જંગી રેલી યોજી શક્તિપ્રદર્શન કલાબેન ડેલકર તેમના સમર્થકો સાથે ભાજપમાં (BJP )જોડાયા હતા. પતિ મોહન ડેલકરના અવસાન બાદ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કલાબેન ડેલકર શિવસેના તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જો કે,હવે આ બેઠક પર ભાજપે કલાબેને ડેલકરને ઉમેદવાર બનાવતા આજે કલાબેન તેમના પુત્ર અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

Advertisement

દાદરા અને નગર હવેલી બેઠકના  પર લાબેન ડેલકર આજે ભવ્ય રેલી યોજી શક્તિપ્રદર્શન સાથે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. જો કે, ભાજપે તો ત્રણ દિવસ પહેલા જ જ્યારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં કલાબેન ડેલકરને દાદરા અને નગર હવેલી બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા.

Advertisement

2021માં પેટાચૂંટણીમાં કલાબેન સાંસદ બન્યા હતા
2019 લોકસભા ચૂંટણીમાં દાદરા અને નગર હવેલી બેઠક પર મોહન ડેલકર અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે, મોહન ડેલકટરની ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ તેનું અવસાન થતા સંઘપ્રદેશની આ બેઠક પર પેટાચૂંટણી આવી હતી. 2021માં યોજાયેલી પેટાચૂંટણીમાં મોહન ડેલકરના પત્ની કલાબેન શિવસેના તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.

Advertisement

ભાજપમાં પ્રવેશ કર્યા બાદ કલાબેન ડેલકરે પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, હું વિશ્વાસ પર ખરી ઉતરીશ. સાથે કહ્યું હતું કે, પ્રદેશના લોકોને વિશ્વાસમાં લઈને ભાજપમાં જોડાયા છીએ, પ્રદેશના આદિવાસી સમાજનું ભવિષ્ય જોઈને જોડાયા છીએ. આવતા દિવસોમાં ભાજપ સાથે મળીને પ્રદેશ માટે આગળ કામ કરીશ. આપણા પ્રદેશના જે પ્રશ્નો છે તેનો હલ થશે.

આ  પણ  વાંચો  - Lok Sabha Election 2024 Live : લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી

આ  પણ  વાંચો  - Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

આ  પણ  વાંચો  - Lok Sabha Elections 2024 : દેશના 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Tags :
Advertisement

.