ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha elections : ચૂંટણીને લઈ પંચ અને પોલીસે કરી આ ખાસ તૈયારી, જાણો શું કહ્યું ?

લોકસભા ચૂંટણીની (Lok Sabha elections) તૈયારીઓને લઈ આજે ચૂંટણી પંચની (Election Commission) પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (P. Bharti) મહત્ત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 25 સંસદીય વિસ્તારમાં 49,140 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે....
10:05 PM Apr 23, 2024 IST | Vipul Sen

લોકસભા ચૂંટણીની (Lok Sabha elections) તૈયારીઓને લઈ આજે ચૂંટણી પંચની (Election Commission) પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (P. Bharti) મહત્ત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 25 સંસદીય વિસ્તારમાં 49,140 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે રાજ્યમાં 50 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. અત્યાર સુધી 3 લાખ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 42 હજાર જેટલા બુટલેગરો સામે કાર્યવાહી કરાઇ છે.

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં તમામ ચૂંટણી ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, 25 સંસદીય વિસ્તારમાં 49,140 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે, જેમાં 50,960 BU, 49,140 CU અને 49,140 VVPAT નો ઉપયોગ કરાશે. ઉપરાંત, 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે 1282 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાં 1282 BU, 1282 CU અને 1282VVPAT નો ઉપયોગ કરાશે.

કુલ રૂ.121.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી

તેમણે આગળ જણાવ્યું કે, ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટિક સર્વેલન્સ ટીમો (static surveillance teams) દ્વારા અત્યાર સુધીમાં રૂ.7.89 કરોડ રોકડ, રૂ.14.69 કરોડની કિંમતનો 5.04 લાખ લિટર જેટલો દારૂ, રૂ. 36.63 કરોડની કિંમતનું 69.80 કિલો સોનું અને ચાંદી, રૂ.3.57 કરોડની કિંમતના 777.41 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થ તથા મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 58.85 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.121.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતા ભંગ (Code of Conduct) બદલ અત્યાર સુધી 2838 ફરિયાદો ચૂંટણી પંચને મળી છે.

સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર ડો. શમશેર સિંઘે

ગાંધીનગર બેઠક પર સૌથી વધુ મહિલા મતદારો

મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ (P. Bharti) જણાવ્યું કે, તમામ ફરિયાદોનો નિકાળ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 5 કરોડ મતદારો આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે, જેમાં 12 લાખ કરતા વધુ મતદારો ફર્સ્ટ ટાઈમ વોટિંગ (First Time Voter) કરી શકશે. અમદાવાદ પૂર્વ સંસદીય વિસ્તારના 1820 મતદાન મથકો પર 2 BU નો વપરાશ કરાશે. 5 મેના રોજ પોલિંગ સ્ટાફ માટે ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી કરવામાં આવશે. આ પહેલા 28 મી એપ્રિલે 49,140 મતદાન મથકો પર know your polling station અભિયાન શરૂ કરાશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આગળ જણાવ્યું હતું કે, ગુજરાતના ગાંધીનગર (Gandhinagar) બેઠક પર સૌથી વધુ મહિલા મતદારો 10,61,785 છે. નવસારી (Navsari) બેઠક પર સૌથી વધુ પુરુષ મતદારોની સંખ્યા 11,97,202 છે. સૌથી ઓછા પુરુષ મતદારો ભરૂચ બેઠક પર 8,77,402 છે. 100 વર્ષ કરતા વધુ વયના શતાયુ મતદારો 10,036 મતદારો નોંધાયેલા છે.

50 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે, 3 લાખ સામે અટકાયતી પગલાં

તેમણે આગળ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના ભાષણ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. ભૂપત ભાયાણીના (Bhupat Bhayani) રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન મામલે, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલના (Kirit Patel) નિવેદન અને સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના (Nilesh Kumbhani) ફોર્મ સંદર્ભે પણ જિલ્લા કલેક્ટર પાસે રિપોર્ટ મગાવવામાં આવશે. ઉપરાંત, સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર ડો. શમશેર સિંઘે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં રાજ્યમાં 50 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. અત્યાર સુધી 97% વોરંટની બજવણી કરવામા આવી છે. જ્યારે, 3 લાખ લોકો સામે અટકાયતી પગલા લેવામા આવ્યા છે. અત્યાર સુધી 42 હજાર જેટલા બુટલેગરો સામે કાર્યવાહી કરાઇ છે. જ્યારે 2700 લોકોને તડિપાર, 1400 લોકોને પાસા જાહેર કરાયા છે અને 1250 નાસ્તા ફરતા આરોપી પકડાયા છે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે હાલ CRPF ની 20 કંપનીઓ મળી છે. આગામી દિવસોમાં 180 કંપની બીજી મળશે.

 

આ પણ વાંચો - LOKSABHA ELECTION : છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ચિત્ર થયું સ્પષ્ટ, છ ઉમેદવારો ચૂંટણી મેદાને

આ પણ વાંચો - Panchmahal : લોકસભા બેઠકની ચૂંટણી માટે આ 8 ઉમેદવારો મેદાને, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ!

આ પણ વાંચો - LOKSABHA 2024 : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, 266 ઉમેદવારો ઉતરશે ચૂંટણી મેદાનમાં

Tags :
Bhupat BhayaniChief Electoral Officer P. Bharticode of conductDGPElection CommissionFirst time Voterflying squadsGandhinagarGujaratGujarat FirstGujarati NewsJunagadhKirit PatelKnow Your Polling Station campaignlaw and orderLok Sabha ElectionsNavsariNilesh Kumbhaniparliamentary constituenciesrahul-gandhiShatayustatic surveillance teamsVVPATs
Next Article