Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Elections 2024 : ગેનીબેન ઠાકોરના કારણે ભાજપની હેટ્રિક અટકી : પૂર્વ CM રૂપાણી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ (Lok Sabha Elections 2024) જાહેર થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપે (BJP) ફરી એકવાર જંગી જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની કુલ 26 પૈકી 25 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે 1 બેઠક બનાસકાંઠા (Banaskantha)...
04:19 PM Jun 04, 2024 IST | Vipul Sen

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ (Lok Sabha Elections 2024) જાહેર થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપે (BJP) ફરી એકવાર જંગી જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની કુલ 26 પૈકી 25 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે 1 બેઠક બનાસકાંઠા (Banaskantha) પર કોંગ્રેસ (CONGRESS) પાર્ટીની જીત થઈ છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું (Vijay Rupani) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશભરમાં બે ત્રણ રાજ્યમાંથી ધાર્યા કરતા ઓછા પરિણામ મળ્યા છે. ઓછા પરિણામ મળવા પાછળ અવલોકન કરવામાં આવશે. પાર્ટીની હેટ્રિક સરકતી ગઈ અને ગેનીબેન 15થી 20 હજાર મતથી બચી ગયા.

એક્ઝિટ પોલ્સની સરખામણીએ ઓછું પરિણામ આવ્યું

રાજ્યના પૂર્ણ સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ વખતે ફરી એકવાર મોદી સરકાર (Modi Government) બનશે તેમાં કોઈ શંકા નથી. નરેન્દ્રભાઈ મોદી (Pm Narendra Modi) ફરી દેશના વડાપ્રધાન બનશે. જો કે, એક્ઝિટ પોલ્સ દ્વારા જે આંકડા સામે આવ્યા હતા, તેની સરખામણીએ ઓછી બેઠકો આવી છે. તેમણે કહ્યું કે, દેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી છે. વોટ શેર પણ ભાજપનો વધુ છે.

ગેનીબેન ઠાકોરના કારણે ભાજપની હેટ્રિક સરકી : પૂર્વ CM

ગેનીબેન ઠાકોરની (Ganiben Thakor) જીત અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ગેનીબેન ઠાકોરના કારણે ભાજપની હેટ્રિક સરકી છે. એમ કહી શકાય. ગેનીબેન ઠાકોર પણ 15 થી 20 હજાર વોટથી જીત્યા છે. જો કે, આ બઉ મોટી જીત ન કહેવાય. પરંતુ, ભાજપને 26 એ 26 બેઠક ન મળતા અમારી હટ્રિક અટકી છે. તે વાતનો અફસોસ છે. આ સાથે તેમણે આરોપ લગાવતા કોંગ્રેસને (Congress) આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) દરમિયાન જાતિવાદ, જ્ઞાતિવાદ અને ક્ષત્રિય આંદોલનનો સહારો લીધો હતો. બહુમતીથી સરકાર આવત તો અનેક શક્તિશાળી નિર્ણય લઈ શકાય.

 

આ પણ વાંચો - ElectionsResults : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા લાખો મત, આંકડો જાણી ચોંકી જશો!

આ પણ વાંચો - Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય

આ પણ વાંચો - Banaskantha : કોંગ્રેસનાં ગેનીબેન ગાજ્યા, ભાજપના ડો. રેખાબેન ચૌધરીને હરાવી પહેર્યો જીતનો તાજ

Tags :
#indiaallianceBanaskanthaBharatiya Janata PartyBJPElectionsResultsElectionUpdateGaniben ThakorGujarat FirstGujarati NewI.N.D.I allianceLok Sabha elections 2024PM Narendrabhai ModiVijay Rupani
Next Article