Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Leopard Killer: હિંમતનગરના જંગલોમાં ફંસલામાં ફસાવાથી મોત પામેલા દીપડાનો ભેદ ઉકેલાયો

Leopard Killer: અગાઉ હિંમનગર (Himmatnagar) ના નરોડા ગામના જંગલામાં દીપડા (Leopard) ના મોતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આજરોજ હિમનગનરના વન વિભાગ (Forest Department) દ્વારા સમગ્ર મામલાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ફાંસલામાં ફસાવાથી દીપડાનું મોત નિપજ્યું વન વિભાગની ટીમે...
leopard killer  હિંમતનગરના જંગલોમાં ફંસલામાં ફસાવાથી મોત પામેલા દીપડાનો ભેદ ઉકેલાયો

Leopard Killer: અગાઉ હિંમનગર (Himmatnagar) ના નરોડા ગામના જંગલામાં દીપડા (Leopard) ના મોતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આજરોજ હિમનગનરના વન વિભાગ (Forest Department) દ્વારા સમગ્ર મામલાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

Advertisement

  • ફાંસલામાં ફસાવાથી દીપડાનું મોત નિપજ્યું
  • વન વિભાગની ટીમે 4 આરોપીઓની કરી ધરપકડ
  • 4 આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ મંજૂર

ફાંસલામાં ફસાવાથી દીપડાનું મોત નિપજ્યું

ત્યારે હિંમતનગરના નરોડા ગામ નજીક આવેલા ગૌચર વિસ્તારના જંગલમાં એક ફાંસલામાં દીપડો (Leopard) ભરાઈ ગયો હતો. જેને લઈ દીપડાએ બચાવ માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાંથી તે બહાર નિકળી શક્યો નહોતો. આ મામલાની જાણ સ્થાનિકોને થતા વન વિભાગ (Forest Department) ને જાણ કરવામાં આવી હતી. રેસક્યુ ટીમ (Forest Department) નો કાફલો અને રાયગઢ વન વિભાગ (Forest Department) ની ટીમ સ્થળ પર પહોંચી હતી.

Leopard Killer

Leopard Killer

Advertisement

વન વિભાગની ટીમે 4 આરોપીઓની કરી ધરપકડ

પરંતુ જ્યારે વન વિભાગ (Forest Department) ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી. ત્યારે દીપડા (Leopard) નું મોત નિપજ્યું હતું. વન વિભાગ અનુસાર આ દીપડાની વય આશરે 10 વર્ષ હતી. ત્યારે વન વિભાગ (Forest Department) દ્વારા ફાંસલો લગાવનારની શોધ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વન વિભાગ (Forest Department) ની ટીમે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.

4 આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ મંજૂર

Advertisement

આ તમામ આરોપીઓની વિરુદ્ધ કેસ દાખલ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી. તે ઉપરાંત વન વિભાગ (Forest Department) ની ટીમે આ 4 આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. ત્યારે કોર્ટે 4 આરોપીઓ વિરુદ્ધ વન વિભાગ (Forest Department) ની ટીમને 1 દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા હતા.

અહેલાવ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Valinath Dham: વિસનગરમાં ફરી એકવાર સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કરાયું આયોજન

Tags :
Advertisement

.