Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

leopard death : રાજકોટના જેતપુરમાં દીપડાનો મૃતદેહ મળ્યો, સિંહ-દીપડા વચ્ચે જંગમાં થયું મોત!

રાજકોટના (Rajkot) જેતપુરમાં (Jetpur) ભાદર નદીના પટમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. દીપડાનો મૃતદેહ હોવાની આસપાસના ખેડૂતોને જાણ થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ (forest department) દ્વારા તપાસ કરતા દીપડાના મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા...
11:13 AM Mar 13, 2024 IST | Vipul Sen

રાજકોટના (Rajkot) જેતપુરમાં (Jetpur) ભાદર નદીના પટમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. દીપડાનો મૃતદેહ હોવાની આસપાસના ખેડૂતોને જાણ થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ (forest department) દ્વારા તપાસ કરતા દીપડાના મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. સિંહ અને દીપડા વચ્ચે યુદ્ધ થયું હોવાથી દીપડાનું મોત થયું હોવાના પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને (leopard death) જૂનાગઢ વેનેટરી વિભાગમાં પીએમ અર્થે મોકલ્યો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાડાસડા ગામ (Vadasada) નજીક ભાદર નદી (Bhadar river) પાસે આવેલા ખેતરોમાં કેટલાક ખેડૂતો કામ કરી રહ્યા હતા. દરમિયાન, નદીના પટમાંથી એક દીપડાનો મૃતદેહ મળ્યો હોવાની ખેડૂતોને જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને વન વિભાગે આ અંગે જાણ કરી હતી. દીપડાનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતા વન વિભાગની ટીમ (forest department) પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, દીપડા અને સિંહ વચ્ચે લડાઈ (leopard and lion Fight) દરમિયાન દીપડાનું મોત નીપજ્યું હોવાનું બની શકે છે. જો કે, વન વિભાગની ટીમ દીપડાના મૃતદેહને પીએમ અર્થે જૂનાગઢ વેનેટરી વિભાગ (Junagadh veterinary department) લઈ ગઈ હતી.

ભાદર નદીના પટમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો

દીપડાના મૃતદેહ પર કેટલાક ઇજાના નિશાન

વન વિભાગના જણાવ્યા મુજબ, દીપડાના મૃતદેહ પર કેટલાક ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. જો કે, દીપડાના મૃત્યુ પાછળનું સાચું કારણ હાલ અકબંધ છે અને વન વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. દીપડાના પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, જેતપુર (Jetpur) ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારનો વસવાટ પણ છે, જેથી દીપડા અને સિંહ વચ્ચે સંર્ઘષમાં દીપડાનું મોત થયું હોવાના પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો - Drugs in gujarat : ગુજરાત ATS ના આ જાબાંજ PI ની બહાદુરી જાણી તમે પણ ગર્વ કરશો, દરિયાકાંઠેથી ઝડપાયું આટલા કરોડનું ડ્રગ્સ

આ પણ વાંચો - Accident : જસદણ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

આ પણ વાંચો - Gujarat Police Recruitment: રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 12 હજાર 472 જગ્યાઓ પર કરાશે ભરતી

 

Tags :
Bhadar Riverforest departmentGujarat FirstGujarati NewsJetpurJunagadhJunagadh veterinary departmentleopardleopard and lion Fightleopard death in rajkotLionRAJKOTVadasada village
Next Article