Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : અંજાર-ભુજ હાઈવે પર રાજસ્થાની યુવક લાખોની કિંમતનાં પોસડોડાનાં પાવડર સાથે ઝડપાયો

ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરીને (drug trafficking in Gujarat) ડામવા માટે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે, જે હેઠળ રાજ્યભરમાં માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દરમિયાન, કચ્છનાં (Kutch) અંજાર-ભુજ હાઈવે પર પોસડોડાનો...
12:08 AM Jun 18, 2024 IST | Vipul Sen

ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરીને (drug trafficking in Gujarat) ડામવા માટે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે, જે હેઠળ રાજ્યભરમાં માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દરમિયાન, કચ્છનાં (Kutch) અંજાર-ભુજ હાઈવે પર પોસડોડાનો પાવડર (posdoda powder) ઝડપાયો હોવાની માહિતી મળી છે. અંજાર પોલીસે (Anjar Police) હાઈવે પરની એક હોટેલ પરથી 196.465 કિલો ગ્રામ પોસડોડાનાં પાવડર સાથે રાજસ્થાનનાં એક શખ્સની ધરપકડ કરી છે.

રાજસ્થાની યુવક પાસેથ 196.465 કિલો ગ્રામ પોસડોડાનો પાવડર મળ્યો

કચ્છના (Kutch) અંજાર-ભુજ હાઈવે (Anjar-Bhuj highway) પર આવેલી રામદેવ હોટેલ પર રાજસ્થાનનાં (Rajasthan) એક શખ્સ પાસે પોસડોડાનો પાવડર હોવાની બાતમી મળતા અંજાર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કાર્યવાહી કરી હોટેલ પરથી રાજસ્થાનનાં યુવકને 196.465 કિલો ગ્રામ પોસડોડાના પાવડર (posdoda powder) સાથે ઝડપી પાડ્યો હતો. આ પાવડરની કિંમત અંદાજે 5 લાખ 89 હજાર જેટલી થાય છે. આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં અન્ય એક રાજસ્થાની શખ્સનું પણ નામ ખુલ્યું છે, જેની શોધખોળ હાથ ધરાઈ છે.

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનાં મોટા રેકેટનો પર્દાફાશ

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનાં મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વધુ રૂ. 29.50 કરોડનો ચરસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જખૌ (Jakhau) નજીકથી BSF ને સર્ચ ઓપરેશનમાં ચરસનાં 19 પેકેટ મળી આવ્યા છે. જ્યારે માંડવી પોલીસને (Mandvi police) પણ તપાસ દરમિયાન 40 જેટલા ચરસનાં પેકેટ મળી આવ્યા છે. બંને સ્થળેથી મળીને વધુ 59 પેકેટ નશાનો સામાન મળ્યો છે. છેલ્લાં 4 દિવસમાં BSF ને 50 પેકેટ નશાનો સામાન મળ્યો છે. જ્યારે છેલ્લાં એક સપ્તાહમાં પોલીસને ચરસનાં 93 પેકેટ મળી આવ્યા છે. ગુજરાત પોલીસની (Gujarat Police) સતર્કતાથી દૈનિક ધોરણે નશાનો સામાન ઝડપાઈ રહ્યો છે. જો કે, સવાલ એ છે કે નશાનો કારોબાર કરતા ઇસમો આખરે ક્યારે પકડાશે ?

 

આ પણ વાંચો - Ahmedabad : શહેર પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, કારમાં લાકડી કે સ્ટીક રાખવી હવે ગુનો નથી!

આ પણ વાંચો - Porbandar : દ્વારકા બાદ પોરબંદરનાં દરિયા કિનારે મળ્યું ડ્રગ્સ, ચરસનાં બિનવારસી 6 પેકેટ મળ્યાં

આ પણ વાંચો - જે ઘટના બની નથી તેની FIR, ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

Tags :
Anjar PoliceAnjar-Bhuj highwayBSFcRIME nEWS Gujarat firstdrug business IN GUJARATdrug traffickingGujaratGujarati NewsJakhauKutchNDPS Actpoliceposdoda powderRajasthanvigilance of Gujarat Police
Next Article