Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : ભુજમાં 'નર્મદા લાવો કચ્છ બચાવો' ના સૂત્રોચ્ચાર સાથે કિસાન સંઘનો વિરોધ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા (Narmada) નદીના નીરને લઈ કચ્છમાં (Kutch) 'જગતનો તાત' એવા ખેડૂતો મોટી સંખ્યામાં ભુજના (Bhuj) ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા અને પોતાનો વિરોધ દાખવ્યો હતો. કિસાન સંઘએ દુધઇ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી પૂરું કરવા...
01:12 PM Feb 09, 2024 IST | Vipul Sen

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા (Narmada) નદીના નીરને લઈ કચ્છમાં (Kutch) 'જગતનો તાત' એવા ખેડૂતો મોટી સંખ્યામાં ભુજના (Bhuj) ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા અને પોતાનો વિરોધ દાખવ્યો હતો. કિસાન સંઘએ દુધઇ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી પૂરું કરવા માગ કરી છે. આ માગ સાથે ખેડૂતો દ્વારા સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવામાં આવશે તેવી માહિતી પણ આપી છે.

આખા કચ્છમાંથી ખેડૂતો આવ્યા

કચ્છ જિલ્લાના (Kutch) ભુજ ખાતે આવેલા ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. સમગ્ર કચ્છભરમાંથી આવેલા ખેડૂતોએ કિસાન સંઘની (Kisan Sangh) જાહેર સભા યોજી હતી. લાંબા સમયથી ચાલી રહેલું દુધઇ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે એવી માગ સરકારને કરવા અંગે ચર્ચા કરાઈ હતી. માહિતી મુજબ, આ સભામાં ખેડૂતો દ્વારા 'નર્મદા લાવો કચ્છ બચાવો' જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

કિસાન સંઘ ( Kisan Sangh) દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં જો દુધઇ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી કરવામાં નહીં આવે અને તેમની માગોનો યોગ્ય ઉકેલ શોધવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને સભા અને રેલીઓ યોજશે અને આ અંગે કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે.

 

આ પણ વાંચો - RMC BUDGET : રૂ. 50 કરોડની નવી યોજનાઓ! સિનિયર સિટીઝન, દિવ્યાંગને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BhujcollectorDudhaiFarmersGujaratGujarat FirstGujarati NewsKisan SanghKutchNarmadaNarmada Lao Kutch BachaoSub Branch Canal workTin City Ground
Next Article