Kutch : ભચાઉના ધોળાવીરા વિસ્તારમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ
કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપનાં (Earthquake) આંચકા અનુભવાયા છે. માહિતી મુજબ, ભચાઉના ધોળાવિરા વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. સાંજે લગભગ 4.41 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે, આંચકાથી અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર નથી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
2.8 ની તીવ્રતાનો ભૂકંપ, પાકિસ્તાન પાસે કેન્દ્ર બિંદુ
કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ કર્યો છે. માહિતી મુજબ, ભારત-પાક બોર્ડર (Indo-Pak border) નજીક આવેલા ભચાઉના ધોળાવિરા વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. સાંજે અંદાજે 4.41 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ધોળાવીરાથી 100 કિમી દૂર પાકિસ્તાન પાસે ભૂકંપનું (Earthquake) કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જો કે, સદનસીબે આ ભૂકંપનાં કારણે અત્યાર સુધી કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.
જાન્યુઆરી મહિનામાં પણ આવ્યો હતો ભૂકંપ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણી વખત કચ્છની ધરાં ભૂકંપના કારણે ધ્રૂજી ચૂકી છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 4.45 નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાનની બોર્ડર (Indo-Pak border) તરફ નોંધ્યો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકો ખુલી જગ્યામાં દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે કોઈ મોટું નુકસાન થયું નહોતું.
આ પણ વાંચો - Anand : ‘મારી પત્નીની સાઈડનો દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કર્યો’! કારચાલકે Gujarat First ને જણાવી આપવીતી
આ પણ વાંચો - VADODARA : એક્સપ્રેસ હાઇ-વે પર ગુંડાગીરી મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ
આ પણ વાંચો - GUJARAT FIRST નું સરકારી શાળામાં REALITY CHECK, જર્જરિત ઇમારત અને વિધાર્થીઓમાં જ્ઞાનનો અભાવ ચિંતાનો વિષય!