Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch Dry Fruit: કચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને જીઆઈ-ટેગ

Kutch Dry Fruit: Gujarat રાજ્યમાં Kutch ની દેશી ખારેક જીઆઇ ટેગ-જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે. કચ્છી ખારેકને સુકા મેવાનું બિરુદ મળ્યું સૌ પ્રથમ ખારેકનું ઉત્પાદન મુંદ્રામાં થયું ખારેક ઉત્યાદનમાં આધુનિક તકનીકો ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે...
11:17 PM Jan 16, 2024 IST | Aviraj Bagda
GI-Tag of Kharek known as Kutchi dry fruit

Kutch Dry Fruit: Gujarat રાજ્યમાં Kutch ની દેશી ખારેક જીઆઇ ટેગ-જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે.

ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, Gujarat નો 54 ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં. તે કૃષિ વિકાસમાં રાષ્ટ્રીય અગ્રેસર છે. રાજ્યના 24% વિસ્તારને આવરી લેતો Kutch જીલ્લો રાજયમાં સૌથી મોટો છે. Kutch શુષ્ક પ્રદેશ છે. Kutch તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે, જ્યાં સરેરાશ 340 મીમી વરસાદ પડે છે.

કચ્છી ખારેકને સુકા મેવાનું બિરુદ મળ્યું

Kutch જિલ્લો વર્ષ 2023-24 માં 59,065 હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જેમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, પપૈયા, જામફળ મુખ્ય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે Kutch માં ૧૯,૨૫૧ હેક્ટર વિસ્તારમાં ૧,૮૨,૮૮૪ મેગા ટનનાં ઉત્પાદન સાથે મુંદ્રા, માંડવી, ભુજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે. કચ્છી ખારેક “સુકા મેવાનું” સન્‍માન થયુ છે.

Kutch Dry Fruit

સૌ પ્રથમ ખારેકનું ઉત્પાદન મુંદ્રામાં થયું

આખા દેશમાં સૌ પ્રથમ Kutch ની ધરતી ૪૨૫ વર્ષ પહેલા ખારેકની ખેતી મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનાર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે.

ખારેક ઉત્યાદનમાં આધુનિક તકનીકો

Kutch ની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે તેવી દ્રઢ આશા બંધાઇ છે. આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ-ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ કચ્છ્ની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે. Gujarat સરકારે ખજૂર ઉગાડનારને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે Kutch ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: Lok Sabha 2024 : કોંગ્રેસને ફટકો! અર્જુન ખાટરિયાએ CM, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો

Tags :
Another successdry fruitFruitGujaratGujaratFirstHistoryKutchsuccess
Next Article